Saturday, March 15, 2025

NEET UG ગેરરીતિનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો, CBI ની ટીમના ગોધરામાં ધામા…

અહેવાલ : જયેશ માંડવીયા

નીટ અને યુજીસી નેટ સહિતની પરીક્ષાઓમાં થયેલી ગરબડની તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ છે. આ દરમિયાન સીબીઆઈ અધિકારીઓની એક ટીમ આ દિશામાં તપાસ કરવા બિહારના નવાદા પહોંચી હતી. ત્યારે એક ગોધરા પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે NEET UG – 2024ની ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન   ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે.  આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે.

આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ  પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે.  આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે. 

સીબીઆઇની FIR માં શું કહેવામાં આવ્યું? કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ”એનટીએએ 5 મે 2024 ના રોજ ઓએમઆર મોદમાં નીટ(યૂજી) પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેમાં ગેરરિતીના આક્ષેપ બાદ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે સમીક્ષા બાદ કેસની ઉંડી તપાસ માટે સીબીઆઇને સોંપવાનો નિર્ણય કર્યો છે.  

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS