Wednesday, March 12, 2025

સૌરાષ્ટ્રમાં આ ખેડૂતે કર્યું કુંવારપાઠાનું વાવેતર, આ ખેતીના છે અઢળક ફાયદા…

ભાવનગર જિલ્લામાં ખેડૂતો મગફળી, ડુંગળી તેમજ કપાસની પરંપરાગત ખેતી છોડી અન્ય ખેતી તરફ વળ્યા છે. અવનવી ટેકનોલોજીનો પણ ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે. ખેતીમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી તરફ હવે ખેડૂતો વળ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગિયા ગામના ખેડૂતે કુંવારપાઠાની ખેતી કરી છે. ખેડૂતે YouTube ઉપર વીડિયો જોઈને કુંવારપાઠાની ખેતી શરૂ કરી હતી. કુંવારપાઠાના અનેક ઉપયોગ છે. કુંવારપાઠું એક ઔષધિ છે. કોસ્મેટિક પ્રોડક્ટમાં તેનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં કુંવારપાઠાની ખેતી ભાગ્યે જ કોઈ કરે છે. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગિયા ગામના ખેડૂત જયેશભાઈ બેચરભાઈ વરિયાએ કુંવારપાઠાની ખેતી કરી છે અને સફળતા પણ મેળવી છે. ખેડૂતે બે વિઘામાં કુંવારપાઠાની ખેતી કરી છે. કુંવારપાઠાનું વાવેતર બાદ વર્ષે છથી સાત વખત ઉત્પાદન લઈ શકાય છે. તેમજ અન્ય કોઈ ખર્ચ આવતો નથી. જેના કારણે આવકમાં વધારો થાય છે. આ અંગે ખેડૂત જયેશભાઈ વરિયાએ જણાવ્યું હતું કે, “હું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. ખેતીમાં નવો પ્રયોગ કર્યો છે. બે વિઘામાં કુંવારપાઠાનું વાવેતર કર્યું છે. આ ખેતીમાં કોઈ જ પ્રકારની દવાની જરૂર રહેતી નથી. YouTubeમાં વીડિયો જોઈ કુંવારપાઠાની ખેતી અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ આ ખેતીની શરૂઆત કરી છે. પરંતુ તેના વેચાણ બાબતે પ્રશ્ન હતો. પરંતુ નજીક આવેલ બીલડીમાં કુંવારપાઠાનું યુનિટ ખૂલે છે અને ત્યાં વેચાણ કરવામાં આવે છે તો હાલ પાક આવ્યા બાદ ત્યાં તેનું વેચાણ કરવામાં આવે છે. આ ખેતીમાં કોઈપણ પ્રકારની માવજતની જરૂર રહેતી નથી, ફક્ત નિંદામણની જરૂરિયાત રહે છે.”આ ખેતીમાં યોગ્ય કાળજી રાખવામાં આવે તો વર્ષ દરમિયાન છ થી સાત વખત ઉત્પાદન લઈ શકાય છે. પરંતુ સામાન્ય કાળજી રાખો તો પણ પાંચથી છ વાર ઉત્પાદન આવે જ છે. “હાલ હું જ્યારે દોઢથી બે મહિને એક ઉતારો લવ છું ત્યારે 20,000 રૂપિયાની આસપાસ આવક મળી રહે છે. આ ખેતીમાં અન્ય પાકોની સરખામણીએ ખૂબ સારી આવક મળી રહે છે. અત્યાર સુધીમાં મેં પાંચ વાર ઉત્પાદન મેળવી લીધું છે અને હજુ શરૂ જ છે.” કુંવારપાઠાની સાથે મિશ્ર પાકમાં હાલ સીતાફળ, આંબાનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. હાલ આ વર્ષે જ વાવેતર કર્યું હોવાના કારણે કુંવારપાઠાનું પાંચ વખત ઉત્પાદન મળ્યું છે પરંતુ આવનાર સમયમાં વર્ષમાં સાત વાર ઉત્પાદન મળી રહેશે. કુંવારપાઠાની ખેતીમાં દવા, ખાતર વગેરેની જરૂર પડતી નથી. જેના કારણે ફાયદો થાય છે. તેમજ ખેતીમાં મહેનત ઓછી કરવી પડે છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS