કુલ ૨૮૨ આસામીઓ પાસેથી ૩૧.૮૩૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૮૫,૨૬૭/-નો વહીવટી ચાર્જ વસુલ

અહેવાલ : જયેશ માંડવીયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે ૨૧/૦૬/૨૦૨૪થી ૨૪/૦૬/૨૦૨૪ (ચાર દિવસ) દરમ્યાન ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૨૧/૦૬/૨૦૨૪થી તા.૨૪/૦૬/૨૦૨૪ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ ૨૮૨ આસામીઓ પાસેથી ૩૧.૮૩૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૮૫,૨૬૭/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૦૮ આસામીઓ પાસેથી ૧૦.૦૧ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૨૫૧૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૦૦ આસામીઓ પાસેથી ૧૭.૮ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૪૦૩૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૭૪ આસામીઓ પાસેથી ૪.૦૨૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૯૮૧૭/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્પે સ કટર/ સેનેટરી સબ ઇન્પેઆસામકટર દ્રારા કરવામાં આવેલ.