અહવાલ, રાજકુમાર પાઠક..
જય ભારત સહ જણાવવાનું કે અમારા ઉપરોક્ત ટ્રસ્ટ સર્વ સમાજ ની એકતા, વિકાસ અર્થે તેમજ હિન્દુ સ્વરાજ્યના સ્થાપક અને હિન્દુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જીવન ગાથા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા તેમજ “એક ભારત – શ્રેષ્ઠ ભારત અને સર્વોચ્ચ ભારત” બનાવવા માટે દરેક સમાજના લોકોમાં એકસંપ નિર્માણ થાય તે હેતુસર છેલ્લા ૮ વર્ષની જેમ આ વર્ષે પણ સતત ૯ માં વર્ષે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૪મી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા,જાહેર સભા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
નારી તું નારાયણી સ્લોગન ને સાર્થક કરવા માટે મહિલા સશક્તિકરણ , નારી ઉત્થાન અને મહિલા જાગૃતિ માટે ભવ્ય મહિલા બાઈક રેલી નું પણ આયોજન કરવામાં આવેલ છે.
અમારી સંસ્થા દ્વારા સમયાંતરે અનેક સામાજિક સેવાઓ જેમકે સિવિલ હોસ્પિટલમાં દરેક દર્દીઓને ભોજન, નિરાધારને અનાજ-કરિયાણા ની કિટ નું વિતરણ, ઠંડીમાં જરૂરિયાતમંદ ને ધાબળા વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, પક્ષી-પ્રાણી બચાઓ કાર્યક્રમ, સ્વચ્છતા અભિયાન, લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા શિક્ષણ કીટનું વિતરણ વગેરે ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
ઉપરોક્ત કાર્યક્રમમાં આપશ્રીને પધારવા ભાવભીનું આમંત્રણ છે. આપશ્રી ને આ શુભ અવસર પર શુભેચ્છા સંદેશો મોકલવા નમ્ર વિનંતી છે. આપશ્રી નું માર્ગદર્શન સર્વે કાર્યક્રતાઓને રાષ્ટ્ર નિર્માણ માટે લાભદાઈ રહેશે.

તારીખ : ૧૯/૦૨/૨૦૨૪
સમય : શોભાયાત્રા – સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી.
: સાંસ્ક્રુતિક કાર્યક્રમ – સાંજે ૭.૦૦ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી.
સ્થળ : સન ફ્લાવર સ્કૂલ, તક્ષશિલા રોડ, મહેશ્વરીનગર, ઓઢવ, અમદાવાદ-૩૮૨૪૧૫
તમારા વિશ્વાસુ
શ્રી અમોલ ધબડગે, શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ
મો. 8488016666 , 9898980023
ઈમેલ એડ્રેસ : scsrct@gmail.com
શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૪મી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા,જાહેર સભા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
અહવાલ, રાજકુમાર પાઠક