અહેવાલ : જયેશ માંડવીયા
ટેક્નિકલ કારણોસર, પશ્ચિમ રેલ્વેએ વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેન (19251) ને તાત્કાલિક અસરથી 8 જુલાઈ, 2024 સુધી પુનઃ રીશેડ્યૂલ કરવાનો નિર્ણય લીધો છે. વિગતો નીચે મુજબ છેઃ

ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસરથી 08.07.2024 સુધી જેતલસર-વાંસજાળીયા-કાનાલુસ થઈને પરિવર્તિત રૂટ પર ચાલશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન વેરાવળથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 55 મિનિટ મોડી એટલે કે 02.00 વાગ્યે ઉપડશે.
રેલ્વે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે