Wednesday, March 12, 2025

વડોદરા બાદ આણંદમાં હચમચાવતી ઘટના: સગીરાને નશો કરાવી સરકારી શાળામાં લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ…

વડોદરામાં 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે, ત્યારે વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. આણંદ નજીકના એક ગામમાં ગેંગરેપના પ્રયાસની ફરિયાદ નોંઘાઇ છે. સરકારી શાળામાં મોડી રાત્રે સગીરા સાથે ગેંગરેપના પ્રયાસનો આરોપ મૂકાતા ખળભળાટ મચી ગયો છે. મોડી રાત્રે બેવડાના વલ્લીપુરામાં સગીરા સાથે ગામના ત્રણ યુવકોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. સરકારી શાળામાં ગેંગરેપના પ્રયાસનો આરોપ છે. સગીરાને નશો કરાવી સરકારી શાળામાં લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. સગીરાએ બુમો પાડતાં ત્રણેય નરાધમો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. સગીરાએ સમગ્ર ઘટનાની જાણ ઘરે કરતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખંભોળજ પોલીસે સંજય, સોમાભાઈ અને પ્રીત નામના યુવકો વિરુદ્ધ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સગીરાને મેડિકલ તપાસ માટે વડોદરા ખસેડાઇ છે. વડોદરાની ઘટના: આ દુષ્કર્મ કેસમાં સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે બે બાઇક પર ધસી આવેલા પાંચ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ આરોપીઓએ ગુજરાતી અને હિન્દી ભાષામાં ધાકધમકી આપતા પાંચ આરોપીઓનો સગીરા અને તેના મિત્રે પ્રતિકાર કરતા બે યુવાનો ભાગી ગયા હતા. એક નરાધમે સગીરાના મિત્રને દબોચી રાખ્યો હતો. જ્યારે અન્ય નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતુ.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS