Tuesday, July 1, 2025

લોકમેળો સંપૂર્ણ સુરક્ષિત સ્ટોલની સંખ્યામાં 25 ટકા અને રાઇડ્સમાં થશે 40 ટકા જેટલો ઘટાડો……

અહેવાલ : જયેશ માંડવીયા

ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા દરેક પગલે લોકોની સલામતીને આપી રહ્યું છે પ્રાથમિકતા ઇન્ટર્નલ વાયરિંગ નહીં કરી શકે, ફાયર એક્સટિંગ્વિસર ફરજિયાત, ફોર્મમાં જ દરેક બાબતની કરાશે સ્પષ્ટતા,ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર લોકોની સલામતી માટે ભારે એલર્ટ બન્યું છે.

તેના પરિણામે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટના ભાતીગળ લોકમેળાને સંપૂર્ણ સુરક્ષિત બનાવવાની દિશામાં કલેક્ટર પ્રભવ જોશીએ કવાયત હાથ ધરી છે અને તેના ભાગરૂપે રમકડાં, ખાણી-પીણીના સ્ટોલ, રાઇડ્સ અને ચકરડીની સંખ્યામાં 25થી 40 ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે.

આ ઉપરાંત સ્ટોલધારકો અને રાઇડ્સ સંચાલકો ઇન્ટર્નલ વાયરિંગ નહીં કરી શકે, ફાયર એક્સટિંગ્વિસર ફરજિયાત સહિતની શરતોનો ફોર્મમાં જ સમાવેશ કરવા નિર્ણય કરાયો છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS