Wednesday, March 12, 2025

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પોલિયો દિવસ” અંતર્ગત ગત તા.૨૩/૦૬/૨૦૨૪, રવિવારના રોજ પોલિયો વિરોધી રસીકરણ કાર્યક્રમ યોજાયો.

અહેવાલ : જયેશ માંડવીયા

ભારત સરકારના “બાળ લકવા નાબુદી અભિયાન” અંતર્ગત શહેરના કુલ-૨૩ આરોગ્ય કેન્દ્રો મારફત ૭૦૦ બુથ પર પોલિયો વિરોધી રસી આપવામાં આવી.જન્મથી પાંચ વર્ષ સુધીના કુલ ૧,૬૯,૪૨૨ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી.

ભારત સરકારના “બાળ લકવા નાબુદી અભિયાન” અંતર્ગત પોલિયો વિરોધી રસી આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પોલિયો દિવસ” અન્વયે શહેરના ૨૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત રસીકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.શહેરના કુલ ૨૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત સંચાલિત કુલ-૭૦૦ બુથ પર જન્મથી શરૂ કરીને પાંચ વર્ષ સુધીના કુલ ૧,૬૯,૪૨૨ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી. આ રસીકરણ ઝુંબેશમાં કુલ-૩૦૦૦થી વધારે કર્મચારીઓ જોડાયા હતા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા“બાળ લકવા નાબુદી અભિયાન” અંતર્ગતશહેરના વોર્ડ નં.૨માં બજરંગવાડી સર્કલ પાસેઆવેલ બજરંગવાડી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા વોર્ડ નં.૧૬માં પ્રણામી ચોક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેપોલિયો વિરોધી રસી આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.વોર્ડ નં.૨માં ૭૦-વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા તેમજ વોર્ડ નં.૧૬માં ૬૮-વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના વરદ્દ હસ્તે દિપ પ્રાગટ્ય કરી રસીકરણ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલ.

બજરંગવાડી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેના રસીકરણ કાર્યકમમાં રાજકોટ મહાનગરપાલિકાના કાર્યકારી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, શિશુ કલ્યાણ, ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા,આરોગ્ય સમિતિ સભ્ય ડૉ.દર્શનાબેન પંડ્યા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા,આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વંકાણી, ડૉ.લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારી ડૉ.હાર્દિક મેતા, ડૉ.ભૂમિબેન કમાણી તથા મેડીકલ ઓફિસરો અને અન્ય સ્ટાફ હાજર રહેલ હતા.

પ્રણામી ચોક ખાતેના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રસીકરણ કાર્યકમમાં૬૮-વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવ, કંચનબેન સિધ્ધપુરા, રૂચિતાબેન જોશી તથા મેડીકલ ઓફિસરો અને અન્ય સ્ટાફ હાજર રહેલ હતા.

ઉપરોક્ત વિગતે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ૨૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો વિરોધી રસીકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં, રાજકોટ મહાનગરપાલિકાના લગત વોર્ડના કોર્પોરેટરઓ, વોર્ડ સંગઠનના હોદેદારો, વિસ્તારના અગ્રણીઓ, લગત આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા.

આ રસીકરણ કાર્યક્રમમાં કુલ ૮૭% જેટલા બાળકોને રસી આપવામાં આવી. આ રસીકરણ કાર્યકમ પૈકી રસીકરણથી બાકી રહેતા બાળકોને મેડીકલ સ્ટાફ મારફત આગામી ચાર દિવસમાં તેમના ઘરે જઈને પોલિયો વિરોધી રસી આપી સુરક્ષિત કરવામાં આવનાર છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS