Thursday, March 13, 2025

રસુલજીની ચાલીના રહેણાક મકાનમાં એસઓજીની ટીમ ત્રાટકી નવાયાર્ડ વિસ્તારમાંથી 200 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપાયો સ્થળ પરથી બે જીવતા પશુ પણ મળી આવ્યા…….

અહેવાલ : જયેશ માંડવીયા

વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારની રસુલજીની ચાલીના રહેણાક મકાનમાં એસઓજીની ટીમે રેડ કરીને 200 કિલો શંકાસ્પદ માસનો જથ્થો ઝડપી પાડયો હતો. સ્થળ પરથી એસઓજીએ બે જેટલા જીવતા પશુ સહિતનો મુદ્દામાલ અને એક શખ્સની ધરપકડ કરી હતી.

અગાઉ છીપવાડમાંથી મોટી માત્રામાં ગૌમાંસનો જથ્થો અને તેમાંથી બનાવેલા સમોસા ઝડપાયા હતા. ત્યારબાદ તાંદલજા વિસ્તારમાંથી પણ ગૌમાસનું વેચાણ કરતા ઈરફાન મૈયુદ્દીન કુરેશી (રહે.નવાયાર્ડ)ને દબોચી લેવાયો હતો. બુધવારના રોજ એસ.ઓ.જી ની ટીમને બાતમી મળી હતી કે નવાયાર્ડ વિસ્તારમાં રસુલજીની ચાલીમાં આવેલા એક રહેઠાણ મકાનમાં ગૌમાંસનો જથ્થો રાખી તેમાંથી તેનું વેચાણ કરવામાં આવે છે. જેથી એસઓજીની ટીમે બાત નહી મુજબના મકાનમાં દરોડો પાડી 200 કિલો શંકાસ્પદ માંસ ઝડપાયું હતું.

એફએસએલની ટીમ દ્વારા પણ સેમ્પલ લઈને ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા. જ્યારે સ્થળ પરથી બે જીવતા પશુ પણ મળી આવ્યા હતા જે પોલીસે કબજે કર્યા હતા. માસનો જથ્થો અને બે જેટલા જીવતા પશુ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS