Wednesday, March 12, 2025

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કચ્છ-રાપર સ્થિત શ્રી લોહાણા કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી….

અહેવાલ : જયેશ માંડવીયા

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કચ્છ-રાપર સ્થિત શ્રી લોહાણા કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી, જેમાં ૪૦ જેટલી વિદ્યાર્થીની બહેનો ને દશ-દશ ફુલસ્કેપ નોટબુક, પેન્સિલ, ઈરેઝર, શાર્પનર, સ્કેલ, પાઉચ સહીતની વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાપર શ્રી લોહાણા કન્યા છાત્રાલય ખાતે લોહાણા સમાજ ની દીકરીઓને વિનામુલ્યે શિક્ષણ ઉપરાંત રહેવા-જમવાની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2024-06-25-at-03.31.03-1024x768.jpeg

આ ભગીરથ કાર્ય માં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની સહીતનાં અગ્રણીઓ જોડાયા હતા. મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના સેવાકાર્યો બદલ રાપર શ્રી લોહાણા કન્યા છાત્રાલય ના અગ્રણી અંજનાબેન ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર સહીતનાઓએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS