Wednesday, March 12, 2025

પ્રભાસ પાટણના દરિયાકાંઠેથી વધુ 72 લાખનું ચરસ પકડાયું મરીન પોલીસ મથક સામેથી બિનવારસી જથ્થો મળ્યો: 1454 ગ્રામ માલ જપ્ત: વેરાવળના કાંઠે પેટ્રોલીંગ ચાલુ……

અહેવાલ : જયેશ માંડવીયા

પ્રભાસ પાટણ દરિયા કિનારે થી રૂ। 72, 70, 000 નાં ગેર ગેરકાયદેસર માદક પદાર્થ ચરસ નો જથ્થો ગીર સોમનાથ એસ. ઓ. જી. દ્વારા પકડી પડેલ છે. પોલીસ મહાનિર્દેશક નિલેશ જાજડ્યા, ગીર સિમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સોહં જાડેજા દ્વારા ગાંજા, ચરસ ની બદી સદંતર નાબૂદ કરવા માટે “no drugs in girsomnath” ને સફળ બનાવવા નાર્કોટિક્સ ની બદી ને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા અને એન.ડી.પી. એસ. નાં કેસો શોધી કાઢવા સૂચના મળેલ.

તે અનુંસંધાને ગીર સોમનાથ એસ.ઓ.જી. પો. ઈન્સ. જે. એન. ગઢવી, પો. સબ ઈન્સ. પી. જે. બાટવા નાં માર્ગદર્શન મુજબ એસ. ઓ. જી. શાખા નાં પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફ નાં માણસો સોમનાથ મંદિર દરિયા કિનારા નાં વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન એ.એસ.આઈ. દેવદાનભાઈ કુંભરવાડિયા ની બાતમી નાં આધારે સોમનાથ મરીન પોલીસ સ્ટેશન સામે દરિયા કિનારે થી બિન વારસુ ચરસ નું પેકેટ શોધી કાઢી પ્રભાસ  પાટણ. પોલીસ સ્ટેશન માં એન. ડી . પી. એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ઘરેલ છે.

કબ્જે કરેલ માદક પદાર્થ ચરસ વજન 1454 ગ્રામ (1 કિલો 454 ગ્રામ ) કિંમત રૂપિયા 72,70,000 કબ્જે કરેલ છે. આ કામગીરી માં એસ. ઓ. જી. પો. ઈન્સ. જે. એન. ગઢવી, એસ. ઓ. જી.પો. સબ ઈન્સ. પી. જે. બાટવા, એફ. એસ. એલ. નાં અધિકારી, એસ. ઓ. જી. નાં સ્ટાફ નાં એ. એસ. આઈ. દેવદાન ભાઈ કુંભારવાડીયા, ઈબ્રાહીમશા બાનવા, મેરામણ ભાઈ શામળા, ગોવિંદ ભાઈ રાઠોડ, પો. હેડ. કોન્સ્ટેબલ ગોપાલ સિંહ મોરી, હસમુખ ભાઈ ચાવડા, પો. કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મહાવીરસિંહ જાડેજા, DHC  ગોપાલ ભાઈ મકવાણા, યોગેશ ભાઈ બારીયા જોડાયેલ હતા.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS