દાંતા પોલીસ સ્ટેશનમાં વર્ષોથી અડીંગો જમાવી બેઠેલા પોલીસ કર્મીઓ જ દારૂની પરિમશનનો આપતા હોવાની ચર્ચાઓ
ગુજરાત સત્તા પ્રતિનિધિ-લક્ષમણ ઝાલા
દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં અનેક દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. પરંતુ દાંતા પોલીસ બુટલેગરો ઉપર કાર્યવાહી કરવામાં લાયાર બની છે પરંતુ કહી શકાય છે કે દાંતા પોલીસ સ્ટેશનમાં વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા કે પાંચ પાંચ વર્ષ થયા તેમ છતાં પણ બદલીઓ કરવામાં નથી આવતી તેવા પોલીસ કર્મીઓ દાંતામાં ચાલતા તમામ દેશી વિદેશી અડ્ડાઓને પરમિશન આપતા હોય તેવી ચર્ચા એ જોર પકડયુ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના એસપી જે દાંતા પોલીસ સ્ટેશનમાં વર્ષોથી ફરજ બજાવે છે તેમની તાત્કાલિક બદલીઓ કરવામાં આવે, પરંતુ ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દાંતામાં જગ્યાએ જગ્યાએ પાણીની જેમ વેચાય છે દેશી વિદેશી દારૂ ત્યારે માથા ભારે બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે આ બુટલેગરો ઉપર દાંતા પોલીસ કેમ કાર્યવાહી કરવા લાચાર બની તે પણ સવાલો ઉઠી રહ્યા છે પરંતુ આવા બુટલેગરો ઉપર કયા પોલીસ અને 도리 ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ હેઠળ ચાલે છે ખુલ્લેઆમ દારૂના સ્ટેન્ડ એક બાજુ રાજ્યના ગૃહ મંત્રી દારૂબંધી માટે અનેક કાયદાઓ ઘડી રહ્યા છે પરંતુ આ કાયદાઓ દાંતા પોલીસને લાગુ પડતા જ નથી ત્યારે કહી શકાય છે કે રાજ્યના ગૃહ મંત્રીના કાયદાનુ પણ દાંતા પોલીસ ન કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે રાજ્યના ગૃહ મંત્રીને પણ દાંતામાં ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરવા માટે ઉચ્ચકક્ષાના અધિકારીઓને કાર્યવાહી કરવા માટે આદેશ કરે તેવી માંગ ઉઠી રહી છે