અહેવાલ : જયેશ માંડવીયા
કોડીનાર તાલુકાના ડોળાસા થી કોડીનાર સુધી ના ફોર ટ્રેક રોડ નું કામ ખૂબ જ ધીમી ગતિ થી છેલ્લા પંદર વર્ષ થી ચાલી રહ્યું છે.છતાં કામગીરી દરમ્યાન લાપરવાહી અનેક વાર સામે આવી છે.હાલ માલગામ વેળવા વચ્ચે ટોલ નાકું બની રહ્યુ છે.

આ ટોલ નાકા નજીક વેળવા ગામ પાસે નેશનલ હાઇવે દ્વારા નાખવા માં આવેલી માટી અન્ય સ્થળે જરૂર હોવાથી કાઢી નાખતા અહી અકસ્માત સર્જવાનો દર ઊભો થયો છે.આ કારણે જ વેળવા ગામ ને હાઈવે ને જોડતો ડામર રોડ જે તાજેતર ના જ બન્યો છે.જે તૂટી ગયો છે. હાલ ચોમાસા ની સીઝન ચાલુ થઈ ગઈ છે.નદી , નાળા.,તળાવ., ડેમ વિગેરે મા નવા પાણી ની આવક થતાં નેશનલ હાઇવે ને માટી મળતી બંધ થઈ છે.ચોમાસુ ચાલુ છે.સાથે ડોળાસા બાયપાસ., વેળવા અને માલગામ વચ્ચે ટોલ નાકા નું કામ પુરૂ જોશ માં ચાલુ છે.

આ દરમ્યાન થોડી માટી ની જરૂર ઊભી થતાં આ કામ ન કોન્ટ્રાક્ટરે નજીક માજ આવેલ વેળવા ગામ ના હાઇવે ના બંધારણ ની માટી કાઢી લેવાતા રોડ ની દક્ષિણ બાજુ નબળી પડી છે.અહી વાહન ચાલક ની નાની એવી ભૂલ મોટો અકસ્માત સર્જી શકે છે.આ કારણ થીજ વેળવા ગામે ને હાઈવે ને જોડતો ડામર રોડ તૂટી ગયો છે.
અહી થી કાઢવા માં આવેલ માટી ની ફરી થી તુરત ભરતી કરવા માં આવે તેવી વાહન ચાલકો અને વેળવા ગામ ના લોકો અને આગેવાની ની માંગ છે. માટી નીકળી જવા ના કારણે અહીં ગંભીર અકસ્માત સર્જાયો તો તેના માટે જવાબદાર કોણ ગણાશે ?