અહેવાલ : જયેશ માંડવીયા
જામનગર શહેરમાં વરસાદની સાથે રોગચાળો પણ વકર્યો છે અને કોલેરા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે શહેના કેટલાક વિસ્તારોમાંથી કોલેરાના પાંચ કેસ નોંધાયા હતા. જેને લઈને ગાંધીનગરથી આરોગ્ય વિભાગની એક ટુકડી જામનગર પહોંચી હતી.

બીજી તરફ જે વિસ્તારમાંથી કોલેરાના કેસ સામે આવ્યા છે તે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જાહેર જામનગર મહાનગરપાલિકાની માગણીના અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા ધરારનગર-2 ખોજાવાડ, લાલખાણ, વામ્બે આવાસ, રવિપાર્કના સહિત નાં કેટલાક વિસ્તારમાં ને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યા હતા.
આ માટે જરૂરી જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોલેરા ગ્રાસ્ત વિસ્તારની ગાંધીનગરની આરોગ્ય ટીમ મુલાકાત લીધી હતી.