ઊનાના નાઠેજ ગામે સ્વેચ્છાએ લોકોએ ૪ કરોડની જમીન પરનું દબાણ દૂર કર્યું….
ઈણાજ ગામે સતત બીજા દિવસે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ.
ગીર સોમનાથ,૧૯ સપ્ટે: જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહે ડી. જાડેજાનું અત્રેના જિલ્લામાં નિમણૂક થઈ ત્યારથી સતત જિલ્લામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ છે. જેનો લોકો દ્વારા પણ સ્વેરછાએ દબાણ દૂર કરી વહિવટી તંત્ર નો સંપૂર્ણ સહયોગ આપ્યો છે. કલેકટરશ્રીના માર્ગદર્શન અને નેતૃત્ત્વ હેઠળ જિલ્લા તંત્રના વિવિધ અધિકારીઓશ્રી દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી જિલ્લામાં અવિરત અને પૂરજોશમાં ચાલુ છે.આજરોજ જિલ્લાના ઉના તાલુકાના નાંઠેજ ગામે ગૌચરની અંદાજે ૪૦,૪૬૮ ચો.મી. જમીન જેની અંદાજિત બજાર કિંમત ૪,૦૪,૬૮,૦૦૦/- ની કિંમતની ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી.હજુ પણ કાર્યવાહી ચાલુમાં છે.
તેમજ વેરાવળ તાલુકાના ઈણાજ ગામે રસ્તા ઉપર થયેલ ગેરકાયદેસર દબાણ બાબતે આજરોજ ૨૨,૨૩૪ ચોરસ મીટરનું ગેરકાયદેસર ગૌચર ઉપર થયેલ દબાણ હટાવવામાં આવ્યું. આમ કુલ ૨ દિવસમાં ૨૮,૨૦૪ ચો.મી.નું અંદાજીત ૨,૫૩,૮૩,૬૦૦ રૂપિયાની બજાર કિંમતના રસ્તા તેમજ ગૌચર પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવેલ છે.
આમ, જિલ્લા કલેકટરશ્રી દ્વારા જણાવેલ કે લોકોના સહયોગથી દબાણ દૂર કરવાની કાર્યવાહી દ્વારા કરોડો રૂપિયાની સરકારી મિલકત બચાવવામાં સફળતા સાપડી છે.આગામી સમયમાં પણ આ દબાણ દૂર કરવાની ઝુંબેશનો પ્રવાહ લોકભાગીદારીથી ચાલુ રહેશે તેમ જણાવેલ છે.