Monday, January 19, 2026

કચ્છ લુણાના દરિયા કાંઠેથી રૂા. પાંચ કરોડના ચરસના પેકેટ મળી આવ્યા…..

અહેવાલ : જયેશ માંડવીયા

દરિયા કિનારેથી એક મહિનામાં ૧૮૧ જેટલા કરોડોના ડ્રગ્સના પેકેટ મળ્યા. વરસાદ નાં માહોલમાં વિરામ સાથે દરિયો શાંત થતા ફરી એકવાર તણાઈને આવતા ચરસના પેકેટ મળવાનો સીલસીલો શરૂ થયો છે.

બીએસએફના જવાનો જખૌ મરીન પોલીસની હદમાં આવતા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે લુણા પાસેથી ચરસના નવ પેકેટ કબજે કરવામાં આવ્યા છે, જેનું વજન આશરે ૧૦ કિલો અને આંતર રાષ્ટ્રીય બજાર પ્રમાણે કિંમત રૂા. કરોડ થવા જાય છે.

બીએસએફના જવાનોએ છેલ્લા એક મહિનામાં માદક પદાર્થના ૧૮૧ જેટલા પેકેટ બીનવારસુ શોધી કાઢ્યા છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS