અહેવાલ : જયેશ માંડવીયા
માળીયા(મી) હળવદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીકથી બોલેરો પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કચ્છથી અમદાવાદ લઈ જવાતા ૬ પાડી તથા ૨ પાડાને મોરબી હિન્દુ યુવા વાહીની સંગઠનના ગૌ રક્ષકો દ્વારા બચાવી લઈ બોલેરો પીકઅપના ચાલક સહિત બે આરોપીને માળીયા(મી) પોલીસ મથકમાં સોંપી આપતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી યુવા વાહીનીના મોરબી તથા ચોટીલાના ગૌરક્ષકોને ખાનગીરાહે મળેલ બાતમી મુજબ માળીયા(મી) હળવદ હાઈવે ઉપરથી બોલેરો પીકઅપમાં પશુ ભરી અમદાવાદ કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમીને આધારે અણીયારી ટોલનાકે વોચમાં હોય તે દરમિયાન બોલેરો રજી. નં. જીજે–૩૧–ટી–૫૧૫૫ નીકળતા તેને રોકી બોલેરોના પાછળના ભાગે તલાશી લેતા તેમાં અત્યંત ટૂંકા દોરડા વડે ક્રૂરતા પૂર્વક ૬ પાડી તથા ૨ પાડા બાંધેલા હોય જેથી બોલેરો માળીયા(મી) પોલીસ લઈ જવામાં આવેલ હતી.
જ્યાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કચ્છથી અમદાવાદ કતલખાને પશુ લઈ જવામાં આવતા હોવાની કબૂલાત આપતા બોલેરો ચાલક આરોપી અનવર ગુલ્લા ઉવ.૨૯ રહે-શેરવા પંચાયત વિસ્તાર તા-.જી-ભુજ કચ્છ ગુજરાત તથા હૈદરભાઈ અલીસાબ જત ઉવ.૩૧ રહે નાના સરાડા પોસ્ટ ભગાડીયા કચ્છ અટક કરી બંને આરોપીઓ સામે પશુકૂરતા અપિનિયન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.