ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ સીરિઝ બાદ હવે બંને ટીમો આગામી T20 સીરિઝમાં સામસામે ટકરાશે. T20 સીરિઝની પહેલી મેચ ગ્વાલિયરના શ્રીમંત માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં રમાશે. રવિવારે યોજાનારી આ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે. જ્યારે બાંગ્લાદેશની ટીમની કમાન નઝમુલ શાંતો સંભાળશે. ચાલો જાણીએ કે મેચ પહેલા ગ્વાલિયરમાં હવામાન કેવું રહેશે અને મેચમાં વરસાદની સંભાવના છે કે નહી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગ્વાલિયરમાં રવિવારે વરસાદની કોઈ શક્યતા નથી. મેચના દિવસે ગ્વાલિયરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે હવામાનમાં ભેજ લગભગ 80% રહેશે. વરસાદની શક્યતાઓ ન હોવાથી ક્રિકેટ ચાહકો પૂરી 40 ઓવરની મેચનો આનંદ માણી શકશે.
માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટર માટે અનુકૂળ હોવાની અપેક્ષા છે. આ મેદાન પર હજુ સુધી એકપણ T20 મેચ રમાઈ નથી. આ સ્થિતિમાં ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવા માંગશે અને લક્ષ્યનો પીછો કરતા પહેલા સંપૂર્ણ પરિસ્થિતિ જાણવા માંગશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.
T20 સીરિઝ માટે ભારતીય ટીમ : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નિતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.
T20 સીરિઝ માટે બાંગ્લાદેશની ટીમ : નઝમુલ હુસેન શાંતો (કેપ્ટન), તન્જીદ હસન તમીમ, પરવેઝ હુસૈન ઈમોન, તૌહીદ હૃદયોય, મહમૂદ ઉલ્લાહ, લિટન દાસ, જેકર અલી અનિક, મેહદી હસન મિરાજ, શાક મહેદી હસન, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહમાન, તસ્કીન અહેમદ , શોરફુલ ઈસ્લામ , તંજીમ હસન સાકિબ , રકીબુલ હસન.