અહેવાલ : જયેશ માંડવીયા
ઔડાએ અમદાવાદ શહેરમાં આવેલા બોપલ,શીલજ,સરખેજ,એપલવુડ જેવા વિસ્તારમાંથી ગટરના ગંદા પાણી અમદાવાદ ગ્રામ્યમાં આવેલા સાણંદ તાલુકાના સનાથલ ગામમાં છોડી મૂક્યા છે
ગટરના ગંદા પાણી શહેરમાંથી ગામડા વિસ્તારમાં છોડાતા સનાથલ ગામે આવેલ શ્રી લંબે નારાયણ આશ્રમની ખેતીલાયક ૪૫ વીઘા જમીનમાં ગટરના ગંદા પાણી ફરિવળતા ખેતીને મોટું નુકસાન થાય છે ઉપરાંત સનાથલ ગામમાં આવેલ પૌરાણિક તળાવમાં ગટરના ગંદા પાણી ફરીવળતા તળાવ ગટરના ગંદા પાણીથી ખદબદી ઉઠ્યું છે

ત્યારે શ્રી લંબે નારાયણ આશ્રમના મહામંડલેશ્વર અને સનાથલ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ સાણંદ પ્રાંત કચેરીએ પ્રાંત ઓફિસે જઈને આવેદનપત્ર આપ્યું છે