Wednesday, March 12, 2025

અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમા આંગડિયા કર્મી લૂંટાયો……

અહેવાલ : જયેશ માંડવીયા

એલિસબ્રિજ જિમખાના પાસે લૂંટનો બનાવ બનતા ચકચાર લૂંટારાઓએ ઓટોરિક્ષામાં જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને મરચાંની ભૂકી છાંટીને તેમને ધોળે દિવસે લૂંટ.અમદાવાદમાં લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. શહેરના એલિસબ્રિજ વિસ્તાપરમાં લૂંટનો આ બનાવ બન્યો હતો. જેમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ૬૫ લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.

આ બનાવની વિગત મુજબ અમદાવાદના એલિસબ્રિજ જિમખાના પાસે લૂંટની આ ઘટના બની હતી. જેમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા ૬૫ લાખની લૂંટ કરવામાં આવી હતી. લૂંટારાઓએ ઓટોરિક્ષામાં જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને મરચાંની ભૂકી છાંટીને તેમને ધોળે દિવસે લૂંટી લીધો હતો.

આર. કાંતિલાલ આંગડિયા પેઢીના માલિક અશોક પટેલનું કહેવું છે કે, આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બે માણસ બાબુભાઈ મફતભાઈ પ્રજાપતિ અને મનોજભાઈ બાબુભાઈ પટેલ જમાલપુર એપીએમસીથી ૬૫લાખ રૂપિયા રિક્ષામાં લઈને અમારી ઓફિસ આર. કાંતિલાલ આંગડિયા ખાતે આવી રહ્યા હતા, દરમિયાન અચાનક જલારામ મંદિરથી આગળ જિમખાનાની સામે બાઈક પર બે શખસ છરી અને એરગન લઈને આવી ગયા હતા.

અશોક પટેલે આગળ જણાવ્યું કે, આ શખ્સોએ રિક્ષા ઉભી રખાવીને આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બન્ને માણસની આંખમાં મરચાંની ભૂકી નાખીને રિક્ષામાં બેસેલા બંને માણસોને ઉપર છરી વડે અને એરગન વડે હુમલો કરી લોહીલુહાણ કરી લૂંટી લીધા હતા. અમારા બન્ને કર્મચારી બપોરે એપીએમસીથી નીકળ્યા હતા. ઈસ્કોન આર્કેડ, સીજી રોડ પોતાની આંગડિયા પેઢી તરફ જતી વખતે ૩.૨૦ વાગ્યે એલિસબ્રિજ જિમખાના સામે બાઈક ઉપર આવેલા બે શખસે ૯૫ લાખની લૂંટ કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS