અહેવાલ : જયેશ માંડવીયા
શહિદના પરિવારને વળતર ન ચુકવાયાનો દાવો ફગાવાયો: રાજકારણ ગરમાયુ. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા અને આ મામલે રાહુલ ગાંધી અને રક્ષામંત્રી રવીનાથસિંહે કહ્યું હતું કે ભારતીય સેના અગ્નિવીરોનાં કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.

દરમ્યાન રાહુલ ગાંધીએ, ડયુટી દરમ્યાન જીવ ગુમાવનાર અગ્નિવીર અજયકુમારનાં પરિવારને કોઈ વળતર નથી આપ્યુ.રાહુલે આરોપ લગાવ્યો હતો કે રક્ષામંત્રી રવીનાથસિંહે શહીદ અગ્નિવીરનાં પરિવારને સહાય મળ્યાના બારામાં સંસદમાં ખોટુ બોલ્યા છે. તેના જુઠ પર શહીદ અગ્નિવીરનાં પિતાએ, ખુદે સચ્ચાઈ બતાવી છે. રાહુલે કહ્યુ હતું કે રક્ષામંત્રીએ દેશ સેના અને શહીદ અગ્નિવીર અજયસિંહનાં પરિવારની માફી માંગવી જોઈએ.
સેના તરફથી અપાયો જવાબ: આ મામલે સેનાનાં વિશેષ લોક સુચના મહા નિર્દેશાલય (એડીજીપીઆઈ)એ પણ બુધવારે જવાબ આપ્યો હતો ભારતીય સેના અગ્નિવીર અજયકુમારનાં બલીદાનને સલામ કરે છે.એક શહીદ નાયકને મળનાર પેમેન્ટ અગ્નિવીરો સહિત દિવંગત સૈનિકોના પરિવારને ઝડપથી મળવું જોઈએ.
કુલ આપવાની રકમમાં અગ્નિવીર અજયકુમારના પરિવારને 98.39 લાખ રૂપિયા ચૂકવાઈ ગયા છે. તેમને અન્ય રકમ મળે કુલ રૂા.1.65 કરોડ મળશે. રક્ષામંત્રી કાર્યાલયે એકસ પર પોસ્ટ કર્યુ છે કે ભારતીય સેના અગ્નિવીરોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.