Wednesday, July 16, 2025

સેન્ટ્રલ GST કચેરીમાં CBI ત્રાટકી રૂા.૩ લાખની લાંચ મામલે એક અધિકારી સકંજામાં…..

અહેવાલ : જયેશ માંડવીયા

રાજકોટમાં રેસકોર્ષ રીંગરોડ ઉપર આવેલ સેન્ટ્રલ જીએસટી કચેરીમાં સી.બી.આઇ. દ્વારા રેડ કરવામાં આવતા કચેરીમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. સીજીએસટીના એક અધિકારીએ રૂા.૩ લાખની લાંચની માંગણી કર્યાના મામલે સીબીઆઈ દ્વારા ગઈકાલ સાંજથી સીજીએસટી કચેરીમાં ઓપરેશન હાથ ધરાયું છે અને જીએસટીના એક કલાસવન ઓફિસરને સકંજામાં લીધા હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ મોરબીના સિરામીક ઉદ્યોગગૃહના સંચાલક પાસેથી સેન્ટ્રલ જીએસટીનાં નવીન ધનખડ નામના અધિકારીએ રૂ।.૩ લાખની લાંચ માંગ્યાનો ફરીયાદના પગલે સીબીઆઈ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

ટેકસ ક્રેડીટ આપવા અથવા તો રિફંડ આપવા માટે રૂા.૩ લાખની લાંચ માંગવામાં આવી હતી. જેના પગલે ગઈકાલે સાંજથી સીબીઆઈની ટીમ સેન્ટ્રલ જીએસટીની રેસકોર્ષ રિંગરોડ ઉપર આવેલી કચેરી ખાતે ત્રાટકી અને જેની સામે લાંચ માંગવાની ફરીયાદ છે તે નવીન ધરખડ નામના અધિકારીની પુછપરછ કરવા ઉપરાંત અન્ય અધિકારીઓ કર્મચારીઓના વિગતો પણ સાંજ સુધીમાં સતાવાર રીતે જાહેર કરવામાં આવનાર છે.

લાંચ માંગતા અધિકારીની સાંજ સુધીમાં સીબીઆઈ ધરપકડ બતાવે તેવું સુત્રોમાંથી જાણવા મળે છે. આ ઉપરાંત સમગ્ર પ્રકરણની હાલ સેન્ટ્રલ જીએસટી કચેરીમાં બહારના વ્યક્તિઓનેનો એન્ટ્રી કરી દેવામાં આવી છે અને નિવેદન લીધા હોવાનું જાણવા મળે છે.સીબીઆઈના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS