Sunday, March 23, 2025

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપુર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયાં…..

અહેવાલ : જયેશ માંડવીયા

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપુર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા હતા. જોકે, એક જાગૃત નાગરિકે પોલીસને દારૂની મહેફિલની બાતમી આપતા પોલીસે સરકારી ઈમારત પર રેડ પાડી હતી. પોલીસની રેડ દરમિયાન જાગૃત નાગરિક પણ હાજર રહ્યો હતો અને વીડિયો બનાવી લીધો હતો.

Surat સ્વિમિંગ પુલ દારૂ મહેફીલ કેસમાં 3 અધિકારીઓને કોર્પોરેશને કર્યા  સસ્પેન્ડ | Sandesh

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, તરણકુંડમાં અધિકારીઓ દારૂ પીતા હતા.રેડ પડતાં જ તમામ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા.સિંગણાપુર વિસ્તારમાં આવેલા તરણકુંડમાં રાત્રે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ કરતા હતા. આવા સમયે એક જાગૃત નાગરિકે તેમને રંગેહાથે ઝડપી લીધા હતા. તેણે અચાનક જ ઓફિસની અંદર પહોંચી અધિકારીઓ અને કર્મચારીઓનો દારૂ પીતાપ હોવાનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું.

મોબાઈલથી વીડિયો રેકોર્ડિંગ થતું હોવાનું જોઈને અધિકારીઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. આ મામલે તેણે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને જાણ કરી હતી. દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સહિત સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન પણ હતો. તમામ પાલિકાના અધિકારીઓ છે અને ક્લાસ-3 અધિકારી તરીકે ફરજ બજાવે છે. જો કે, પોલીસને જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS