Sunday, March 23, 2025

સિવિલમાંથી ભાગેલા કેદીએ લાલપરી તળાવમાં પડતું મૂકી આપઘાત કરી લીધો….

અહેવાલ : જયેશ માંડવીયા

મોરબી રોડ પરના ચામડિયા ખાટકીવાસ વિસ્તારમાં રહેતા અને એક મહિનાથી રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા અબ્દુલ બાબુ કારવાને યૂરિનની તકલીફ થતાં ગત તા.25ના જેલના સિપાહીઓએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવેલ કેદી અબ્દુલ પાસે ત્રણ પોલીસ જવાનનો પહેરો ગોઠવવામાં આવ્યો હતો.

અબ્દુલે બાથરૂમ જવાની વાત કરતાં ફરજ પરના પોલીસમેન પ્રતિપાલસિંહ ભગીરથસિંહ ચુડાસમાએ કેદીની હાથકડી ખોલી નાખી હતી અને તેને ઇમર્જન્સી વોર્ડ-2ની બાજુમાં આવેલા બાથરૂમમાં લઇ જવાયો હતો. ચારેક મિનિટ થવા છતાં કેદી અબ્દુલ બહાર નહીં નીકળતાં પોલીસમેન પ્રતિપાલસિંહ બાથરૂમમાં જતાં જ કેદી અબ્દુલે તેના પર હલ્લો કર્યો હતો અને ધક્કો મારી પોલીસમેનને પછાડી દઇ અબ્દુલ નાસી ગયો હતો. કેદી ભાગતાં પોલીસમેન પ્રતિપાલસિંહ ચુડાસમાએ દેકારો શરૂ કર્યો હતો. જોકે લોકો એકઠા થાય તે પહેલાં કેદી અબ્દુલ નાસી ગયો હતો. હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તાને ચકમો આપી કેદી નાસી જવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસની ટીમો વિવિધ દિશામાં દોડવા લાગી હતી અને કેદીની શોધખોળ શરૂ કરી હતી. જોકે તેનો પત્તો લાગ્યો નહોતો.

શનિવારે સવારે લાલપરી તળાવે મહિલાઓ કપડાં ધોઇ રહી હતી ત્યારે તળાવના પાણીમાં એક લાશ તરતી દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બી-ડિવિઝ્ન પોલીસ ફાયર બ્રિગેડ સ્ટાફ સાથે પહોંચી હતી અને મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી તપાસ કરતાં લાશ હોસ્પિટલમાંથી ભાગેલા કેદી અબ્દુલ હોવાનું સ્પષ્ટ થયું હતું. પરિવારના સભ્યો સ્થળ પર પહોંચ્યા હતા.બે ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરના અબ્દુલ કારવાના લગ્ન 2012માં ધોરાજીની મુમતાઝ સાથે થયા હતા અને લગ્નના 3 મહિના બાદ જ મુમતાઝે પતિ સામે ભરણપોષણનો કેસ માંડી દીધો હતો.

વર્ષોની લડત બાદ અબ્દુલને ભરણપોષણ કેસમાં એકાદ મહિના પહેલાં જેલ થઇ હતી અને તેની તબિયત સારી ન રહેતી હોઇ સબ જેલમાંથી રાજકોટ જેલમાં ખસેડાયો હતો. અબ્દુલના માતા બીમાર છેે અને બહેન પણ સાસરેથી પરત આવેલી છે. ભરણપોષણ કેસમાં સજા થતાં અને પરિવારની આર્થિક હાલત ખરાબ હોવાથી કંટાળી આપઘાત કરી લીધાનું તપાસમાં ખુલ્યું હતું.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS