અહેવાલ : જયેશ માંડવીયા

સરકારની અલગ-અલગ યોજનાકીય લાભ મેળવવા માટે આધારની વિગતો સમયાંતરે અપડેટ કરવી જરૂરી.છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન “આધાર” ઓળખનાં સૌથી સ્વીકૃત પુરાવા તરીકે થઇ આવેલ છે. જેમાં બાયોમેટ્ર્રીક પ્રમાણીકરણથી રહિશની ઓળખ કરવાની જોગવાઈ છે. રહીશો/જાહેર જનતા દ્વારા વિવિધ પ્રકારની સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. સરકારની અલગ-અલગ યોજનાકીય લાભ મેળવવા માટે આધારની વિગતો સમયાંતરે અપડેટ કરવી જરૂરી છે.
જે માટે UIDAI (UNIQUE IDENTIFICATION AUTHORITY OF INDIA) નાં તા.૦૯/૧૧/૨૦૨૨ નાં જાહેરનામા No. HQ-16027/1/2022-EU-I- HQ (No. 6 of 2022) અન્વયે તમામ આધાર નંબર ધારકોએ આધાર નોંધણી કરાવ્યાથી દર ૧૦ વર્ષમાં ઓછામાં ઓછા એક વખત તેમનાં દસ્તાવેજોમાં POI-ઓળખાણનાં પુરાવો અને POA-સરનામાનો પુરાવોનાં દસ્તાવેજો અપડેટ કરવાનાં થાય છે.
આ પ્રકારનાં ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ઝોનલ કચેરીઓનાં આધાર કેન્દ્રો (૧) ડૉ.આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન, ગ્રાઉન્ડ ફ્લોર, ઢેબરભાઈ રોડ, રાજકોટ, (૨) ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી, પૂર્વ ઝોન, ભાવનગર રોડ, રાજકોટ તથા (3) હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, વેસ્ટ ઝોન, ૧૫૦’ રીંગ રોડ, રાજકોટ ખાતે કચેરીનાં કામગીરીનાં સમય દરમ્યાન તેમજ બીજા અને ચોથા શનિવારનાં રોજ સવારે ૧૦:૦૦ કલાક થી સાંજે ૦૬:૧૦ કલાક સુધીમાં નિયત ફી સાથે કરાવી શકશે.
તેમજ વિશેષ માહિતગાર કરવાનાં કે, ૧૦ વર્ષ સુધી આધાર કાર્ડ અપડેટ કરાવેલ ન હોય તેવા રહીશો UIDAI ની વેબસાઈટ- https://myaadhaar.uidai.gov.in/ પરથી તા.૧૪-૦૯-૨૦૨૪ સુધી વિનામુલ્યે તેમનાં આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કરાવી શકે છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી.