Saturday, March 15, 2025

વલસાડ ધરમપુરમાં ટ્રકમાંથી પાણીની ટાંકી છટકતા રસ્તાની બાજુમાં ઉભી મહિલાના માથા પર પડતાં મહિલાનું ઘટના સ્થળે જ મોત..

અહેવાલ : જયેશ માંડવીયા

ધરમપુર: ગતરોજ ધરમપુરના માલનપાડા ગામમાં હનુમાનજી મંદિર પાસે બાઈક બગડી જતાં રોડની સાઈટમાં ઉભા રહી બાઈક સારું થયાની રાહ જોઈ રહેલી મહિલા પર ત્યાંથી પસાર થતી પાણીની ટાંકી ભરેલી ટ્રકમાંથી ટાંકી છટકતા મહિલાના માથા પર પડતા તેનું મોત થયાની ઘટના બનવા પામી હતી.

મળેલી માહિતી મુજબ ધરમપુરના કાકડકુંવા ગામમાં રહેતું દંપતીમાં પત્ની હિમિષાબેન સાથે અવિકાસભાઈ GJ-15-BH-5403 નંબરની બાઈક લઈને ધરમપુર તરફ આવી રહ્યા હતા.ત્યારે તેમની બાઇક માલનપાડા ગામમાં હનુમાનજી મંદિર પાસે બંધ થઈ ગયું એટલે અવિકાસભાઈ રોડની સાઈટમાં ઉભા રાખી નજીકમાં બાઇક રીપેર કરવા લાગ્યા અને પત્ની હિમિષાબેન પણ સાઈટમાં ઉભા હતા તેવામાં PB-02-ES-2385 નંબરનો ટ્રક ત્યાંથી 10 હજાર લીટરની પ્લાસ્ટિકની પાણીની ટાંકી લઈને પસાર થયો જેમાંથી આકસ્મિત રીતે અચાનક પાણીની ટાંકી છટકી અને રસ્તાની બાજુમાં ઉભેલા હિમિષાબેનના માથા પર પડી અને હિમિષાબેન ગંભીર રીતે ઘાયલ થઇ ગયા તેમના નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું અને તેમને સારવાર મળે એ પહેલા જ તેનું મોત થઇ ગયું હતું.

ધરમપુર પોલીસની આખી ઘટનાની જાણ થઇ અને તેમણે તાત્કાલિક ઘટના સ્થળે પોહચી લાશનો કબજો લઇ ટ્રક ચાલકની અટક કરી તેમના વિરુદ્ધ BNSની કલમ 281 અને 106(1) અને MV એકટ 177 અને 184 મુજબ ગુનો નોંધ્યો છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS