Sunday, March 23, 2025

રાજકોટ જિલ્લામાં મીની વાવાઝોડું ફૂંકાયું: વેજાગામમાં વૃક્ષ ઉપર વિજળી પડી: નવાગામમાં મકાનના છાપરા ઉડ્યા….

અહેવાલ : જયેશ માંડવીયા

ઉપલેટા, ધોરાજી, ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ વાહન વ્યવહારને અસર પડી: જસદણ પંથકમાં વાવણી જોગ વરસાદ: રાજપરા ગામે કૃષ્ણ ગૌશાળામાં જીવતો વીજ વાયર પડતા પાંચ ગાયોનાં મોત: ગૌ પ્રેમીઓમાં અરેરાટી.અસહ્ય બફારા બાદ આખરે મેઘરાજાએ મહેર કરતા રાજકોટ જિલ્લામાં ધરતી પુત્રોમાં આનંદ છવાયો જસદણ-વિંછીયા પંથકમાં વાણી જોગ વરસાદથી ખેડુતોએ લાપસીના આંધણ મૂકયા છે, અમુક તાલુકામાં મીની વાવાઝોડાના માહોલ વચ્ચે વીજળી પડી હતી ભારે પવનના કારણે મકાનના છાપરા ઉડયા.

Double track work in Rajkot division affected till June 30 | રેલવે મુસાફરો  ધ્યાન આપે: રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 30 જૂન સુધી રેલ  વ્યવહારને અસર - Rajkot News ...

મીની વાવાઝોડું ગઇ કાલે સાંજે ફૂકાયેલ વાવાઝોડા માં નવાગામ રહેણાક મકાન નું છાપરું ભારે પવન ના કારણે ઉડતા એક વૃદ્ધા ને ઈજા થઇ હતી.તેમજ અનેક વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા.તેમજ ઙલદભહ ના થાંભલા ધરાશયી થઇ ગયા હતા.અનેક વાડી વિસ્તારમાં છાપરા ઉડી ગયેલ હતા..રાજપરા ગામે આવેલ  શ્રી કૃષ્ણ ગૌ શાળા માં લીમડા પર થી જીવતો વીજ વાયર ગાયો પર પડતાં 5 ગાયો ના ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ.તેમજ રાજપરા માં વાડી વિસ્તારમાં 7 વીજ પોલ ધરાશયી થયેલ.

રાજપરા નવાગામ રોડ પર વાડી એ  રહેણાક મકાન માલિક ઓઘર ભાઈ મેરામ ભાઈ  મકાન માં થી છાપરા ઊડેલ.તે છાપરું સાન્તા બેન ને લાગતા માથા પર ઈજા થયેલ. તેમને તાત્કાલિક કોટડા સાંગાણી હોસ્પિટલ પર લય આવી અને પ્રાથમિક સારવાર આપેલ તેમજ ત્યાંથી વધારે સારવાર  માટે ગોંડલ સરકારી હોસ્પિટલ અને ત્યાં થી રાજકોટ ખસેડવામાં આવેલ.જ્યાં . માથા  ના ભાગ માં 7 ટાંકા આવેલ.શનિવાર સાંજ ના સુમારે સવાર થી જ જોરદાર બફારો અને ઉકળાટ હતો.

સાંજે અચાનક જ વાતાવરણ માં પલટો આવતા જોરદાર પવન ના સૂસવાટા સાથે 45 મિનિટ સુધી વરસાદ સાથે    વાવાઝોડું ફૂંકાયું હતું.અને ભાડવા ની સીમ માં મનુભાઇ ગજેરા ની વાડીએ છાપડા ઉડી ગયેલ અને નુકસાની થયેલ.રાજપરા ગામ માં આંગણવાડી નંબર 1 પાસે આવેલ લીમડો ભારે પવન ના કારણે ધરાશયી થયેલ.નવાગામ ગામે લોઠેશ્વર મહાદેવ મંદિર  માં પણ ભારે પવન ના કારણે વૃક્ષ ધરાશયી થયેલ. આ વાવાઝોડા માં કોઈ જાનહાનિ ન સમાચાર પ્રાપ્ત થયેલ નથી.

વાવણી જોગ વરસાદ જસદણ વિછીયા આટકોટ સાણથલી પંથકમાં સર્વત્ર વાવણી લાયક વરસાદ વરસતા ઠેર ઠેર ધરતીપુત્રો દ્વારા લાપસીના આંધણ મૂકવામાં આવ્યા હતા અને ખેડૂતો ખુશખુશાલ થયા હતા તો જસદણ શહેર સહિત અમુક ગામોમાં માત્ર ઝાપટા વરસતા ખેડૂતોમાં થોડી નારાજગી થઈ હતી હાલ ખેડૂતો દ્વારા કોરામાં કપાસીયા સોંપવામાં આવ્યા છે તો અમુક લોકોએ કોરામાં જ મગફળીનું વાવેતર કરી દીધું હતું તેઓને સારો એવો ફાયદો થયો છે.

આ વાવણી લાયક વરસાદથી કપાસ મગફળી મગ તલ અડદ જુવાર બાજરી મકાઈ સોયાબીન વાવેતર ની શરૂઆત થઈ છે જસદણ વિછીયા પંથકમાં આજથી જ વાવણીના શ્રી ગણેશ ખેડૂતો દ્વારા કરી દેવામાં આવ્યા છે ભારે બફારો ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને  લોકોના હૈયે પણ ટાઢક વળી હતી તો અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ તંત્ર પ્રત્યે રોજ ઠાલવ્યો હતો. વરસાદ શરૂ થતા ની સાથે જ વીજળી ગુલ થતા પીજીવીસીએલ તથા પાલિકા તંત્રની પ્રી મોનસુન  કામગીરીની પણ પોલ છતી થઈ હતી.

ઉપલેટા છેલ્લા એક અઠવાડિયા તે સતત મેઘરાજાની રાહ જોતા ઉપલેટા તાલુકાના ખેડૂતો માટે આનંદનો અવસર આવીને ઊભો રહ્યો હતો આજે વહેલી સવારથી વરસાદ ધીમીધારે શરૂ થતા લગભગ એકાદ કલાક વરસાદ ચાલુ રહ્યો હતો કલંક દરમિયાન પોણોથી એક ઇંચ વરસાદ પડેલ છે ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર નાગવદર ગણોદ તણસવા મેરવદરમાં પણ વરસાદી માહોલ અને અડધોથી એક ઇંચ વરસાદ પડ્યાના સમાચાર મળે છે.

વીજળી પડી ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભરુડી ટોલનાકા,રીબડા, સડકપીપળીયા, પારડી સહિત ધોધમાર વરસાદ વરસ્યો છે. સાંજે સાત કલાકે રીબડા હાઇવે પર ભારે વરસાદ ને કારણે વાહન ચાલકોએ વાહનો થંભાવી દેવા ફરજ પડીછે.રોડની સાઈડ, હોટેલો કે પેટ્રોલ પંપ પર વાહનનો થંભાવી દેવાયા હતા.કાળા ડીબાંગ વાતાવરણ અને ભારે વરસાદ ને કારણે વાહન ચલાવવા મુશ્કેલ બન્યા હતા. ગોંડલ પંથક માં વાસાવડ, સુલતાનપુર, પાંચીયાવદર, સેમળા સહિત વરસાદ નાં ભારે જાપટા વરસ્યા હતા.વેજાગામ માં એક વૃક્ષ પર વિજળી પડી હતી.

ગોંડલમાં બપોરનાં આકાશી રૂખ બદલાતા આકાશ કાળુ ડીબાંગ બન્યુ હતુ.અને ધીમીધારે વરસાદ વરસવો શરૂ થયો હતો. વરસાદનો છાંટો પડતા જ નાગડકારોડ પર વિજળી ગુલ થતા અનેક સોસાયટીઓ નાં રહીસો અસહ્ય બફારાથી ત્રસ્ત બન્યા હતા.નાગડકારોડ પર તિરુમાલા,સાયોના,રામેશ્ર્વરપાર્ક સહિત અનેક સોસાયટીઓ આવીછે.

હજુ પણ અહી પ્લોટીંગ પડી રહ્યા હોય અને નવી સોસાયટીઓ બની રહી હોય નાગડકારોડ શહેર નો વિકસિત રોડ બની રહ્યો છે. પરંતુ આ વિસ્તાર નાં લતાવાસીઓ વારંવાર વિજળી ગુલ થવાની સમસ્યા થી પીડાઈ રહ્યા છે.આ વિસ્તાર માં દિવસ રાત ગમે ત્યારે વિજ પુરવઠો ખોરવાઈ જાયછે.કાળજાળ ગરમી વચ્ચે લોકો રીતસરનાં બફાઇ ઉઠે છે

કફોડી હાલત બીમાર લોકોની થાય છે. નાગડકારોડની હાલત છેલ્લા અનેક મહિનાઓ થી હોવા છતા પીજીવીસીએલનાં અધિકારીઓ નાં પેટનું પાણી હલતુ નથી.મોટાભાગે આવા સંજોગોમાં તંત્ર નાં ફોન ઉપડતા જ નથી.અથવાતો ટીસી બળી ગયુ કે ફીડર માં ફોલ્ટ સર્જાયા નાં તોછડા જવાબ મળેછે.ત્યારે સવાલ એ ઉઠે કે દિવસ રાત વારંવાર ફોલ્ટ સર્જાતા હોય તંત્ર પાસે કાયમી કોઈ ઉકેલ નહી હોય? 

રાજ્ય સરકાર નાં વિજળી આપવા સક્ષમ અને તત્પર હોવાનાં દાવાઓ વચ્ચે ગોંડલનુ વિજ તંત્ર સરેઆમ નિષ્ફળ નિવડ્યું છે. બસ, હવે બહુ સહન કર્યુ. તેવું જણાવી નિંભર તંત્ર ને દોડતું કરવા લોક આંદોલન ની ચીમકી આ વિસ્તાર નાં લતાવાસીઓ એ ઉચ્ચારી છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS