Sunday, March 23, 2025

મોરબીના સીરામીક સિટીના ફ્લેટમા સ્પાની મહિલા કર્મચારીઓના ઘરમાં સ્થાનિકોનો હંગામો : દારૂ મળ્યો…

અહેવાલ : જયેશ માંડવીય

મોરબીના સિરામિક સીટી ફ્લેટમાં ભાડાના ફ્લેટમાં સ્પામા કામ કરતી મહિલાઓ ગેરકાનૂની કૃત્યો કરતી હોવાની વ્યાપક ફરિયાદ બાદ સ્થાનિક રહેવાસીઓએ જનતા રેડ કરી હંગામો મચાવતા ફ્લેટમાંથી બે દારૂની ભરેલી બોટલો મળી હોવાનું સામે આવ્યું હતું. જો કે, સમગ્ર મામલે સીટી બી ડિવિઝન પીઆઈએ આવી કોઈ બાબત ધ્યાનમાં ન આવી હોવાનું જણાવી હવે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સિરામિક સીટી ફ્લેટ સંકુલમાં ભાડાના ફ્લેટમાં વસવાટ કરતી સ્પામાં કામ કરતી યુવતીઓ ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે શંકાસ્પદ પ્રવૃતિઓ કરતી હોવાથી રોષે ભરાયેલા ફ્લેટના રહેવાસીઓએ જનતા રેડ કરી હંગામો મચાવ્યો હતો અને આ યુવતીઓના ફ્લેટમાં જતા દારૂની ભરેલી બોટલો પણ મળી આવી હતી.

બનાવ અંગે સીટી બી ડિવિઝન પીઆઇ વસાવાનો સંપર્ક કરવામાં આવતા તેઓએ કહ્યું હતું કે, પોલીસ મથકમાં આવો કોઈ બનાવ સામે નથી આવ્યો છતાં તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે, અગાઉ પણ આવી ફરિયાદ મળતા પોલીસે રેઇડ કરતા કઈ વાંધાજનક મળી આવ્યું ન હતું.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS