ગત તારીખ ૧૫/૦૯/૨૦૨૪ ને રવિવાર ના પાવન દિવસે રૈયા સોનાપુરી ધામ નજીક રૈયા મહીલા મંડળની બહેનો દ્વારા આઇ શ્રી ખોડીયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત તથા સદસ્યતા અભિયાન તથા લોકોના પડતર પ્રશ્નોને વાંચા આપતો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં જેનું નામ ગર્વથી લેવામાં આવે છે તેવા રાજકોટ પશ્ચિમ ના ધારાસભ્ય દર્શિતાબેન શાહ તથા મહિલા સશક્તિ કરણ માં પોતાની આગવી સુઝબુઝ ધરાવતા અને ભાજપના પ્રખર મહીલા કાર્યકર અને રાજકોટ શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ મંગળાબેન સોઢા, ગૌરીબેન રાવળ, ભાનુબેન રાવળ, રાવળ સમાજ અગ્રણી રાજુભાઈ રાવળ તથા અન્ય મહીલા આગેવાનો એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને અનેરો ઓપ આપ્યો હતો અને આઈ શ્રી ખોડીયાર માતાજીની મંગલ આરતી કરી જય માં ખોડીયાર ના જયઘોષ અને અનેરા નાદ સાથે જનજાગૃતિ અભિયાન નું સમાપન કરવામાં આવ્યુ હતુ.