અહેવાલ : જયેશ માંડવીયા
કચ્છમાં ખાખી પર લાગ્યો નશાનો દાગ: CID બ્રાન્ચની મહિલા કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીના કેરેટમાં ઝડપાઇ.ગુજરાતમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં પકડાઇ છે. આરોપી મહિલાકર્મી ગુજરાત સીઆઇડીમાં નોકરી કરતી હતી. રિપોર્ટ અનુસાર જ્યારે પોલીસે દારૂની હેરાફેરીના કેસમાં એક ગાડીને પકડવાનો પ્રયત્ન કર્યો તો તેમાં સવાર તસ્કરીના આરોપી અને મહિલા કોન્સેટેબલે ડ્યૂટી પર હાજર પોલીસકર્મી પર ગાડી ચડાવીને ભાગવનો પ્રયત્ન કર્યો હતો.

દારૂની હેરાફેરી પકડાઇ આરોપી મહિલા કોન્સ્ટેબલની ઓળખ કચ્છની સીઆઇડી શાખામાં તૈનાત નીતા ચૌધરીના રૂપમાં થઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રે પૂર્વ કચ્છ પોલીસને સૂચના મળી હતી કે કચ્છના ભચાઉ પાસે એક સફેદ કલરની થારમાં કેટલાક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે.
કારમાં બુટલેગર યુવરાજ સિંહ સાથે મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી સવાર હતી, પકડાઇ ગયેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ નેતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં સીઆઇડી ક્રાઇમ માં ફરજ બજાવે છે. પોલીસને થાર કારમાંથી દારૂની બોટલો મળી આવી છે. તો બીજી તરફ મહિલા કોન્સ્ટેબલની સાથે પકડાયેલા બુટલેગર વિરૂદ્ધ 16થી વધુ ક્રિમિનલ કેસ છે. હિસ્ટ્રીશીટર બુટલેગર વિરૂદ્ધ હત્યાના પ્રયાસ જેવા કેસ પણ પોલીસ ચોપડે નોંધાયેલા છે.
ભચાઉ ડિવિઝનના ડીએસપી સાગર સાંબડાએ જણાવ્યું હતું કે આ મામલે થાર કાર અને તેમાંથી મળી આવેલા દારૂને જપ્ત કરી લેવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કેસમાં આગળ તપાસ ચાલુ છે.