અહેવાલ : જયેશ માંડવીયા
વાડી પીઆઈ સહિતનો સ્ટાફ ઉંઘતો રહ્યો અને એસએમસીએ દારૂ સાથે બેને દબોચ્યાં 1.30 લાખનો મુદ્દામાલ કબજે.સ્ટેટ મોનિટરિંગ સેલે ફરીવાર વડોદરા સિટી વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પ્રતાપનગર ડભોઈર રોડ યમુનામિલ ચાર રસ્તા પાસે વીમા દવાખાનામાં દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા.

જ્યારે બુટલેગર સહિતન પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્થળ ત્રણવાહનો, બે મોબાઈલ અને દારૂનો જથ્થો મળી રૂ. 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે એસી કેબિનમાં બેસતા પીઆઈ અને ડી સ્ટાફ પણ ઉંઘતો ઝડપાયો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે.
પહેલા એસએમસીની ટીમે સમા વિસ્તારની નવીનગરી ત્યારબાદ હરણી વારસીયા રિંગ પર સવાદ ક્વાટર્સ અને લક્ષ્મીપુરા ગામમાં દરોડો પાડ્યો હતો. ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ સેલે ગ્રામ્ય વિસ્તાર જેવા કરજણ તાલુકાના વલણ ગામ તથા વડોદરા તાલુકાના સિંધરોની કોતરોમાં દરોડો પાડીને વિદેશી દારૂ જથ્થા સાથે પાંચ લોકોને ઝડપી પાડયા હતા. ત્યારે ફરીવાર સિટી વિસ્તારમાં લાલઆંખ કરી હતી.એસએમસીની ટીમને પ્રતાપનગર ડભોઈ રોડ પર યુમના મિલ ચાર રસ્તા પાસે વીમા દવાખાનાના કમ્પાઉન્ડમાં દારૂનું વેચાણ ચાલતું હોવાની બાતમી મળી હતી.
જેના આધારે મંગળવારે રાત્રીના સમયે રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી દારૂનું છુટક વેચાણ કરનાર દેવેન્દ્ર ભાવસિંગ વણઝારા અને ગ્રાહકને ઝડપી પાડયા હતા. જ્યારે દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી સંદિપ ઉર્ફે પુઠ્ઠો રાજુ રાજપૂત (રહે. ડભોઈરોડ વુડાના મકાન) અને હસમુખ ઉર્ફે બાબર જીતુ વણઝારા (રહે.. ભરતવાડી), મેહુલ ઉર્ફે સંજય શર્મા (રહે. ગાજરાવાડી) મયુર વણઝારા (રહે. ગાજરાવાડી) અને બાઈક ચાલકને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ત્યારે છેલ્લા કેટલાક સમયથી અહિયા દારૂનું ખુલ્લેઆણ વેચાણ ચાલતું હતું ત્યારે વાડી પોલીસ દ્વારા કેમ કાર્યવાહી કરાતી ન હતી ? એસએમસીની ટીમે રેડ કરી હતી વાડી પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સહિતના સ્ટાફનું નાક કાપી નાખ્યું હતુ. ત્યારે હજુ પણ વાડી વિસ્તારમાં ઘણી જગ્યા પર દારૂનું પોલીસના છુપા આશીર્વાદથી વેચાણ થઈ રહ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે આગામી દિવસોમાં એસએમસીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવશે?