Sunday, March 23, 2025

પીસીબી બ્રાન્ચના અધિકારીઓએ ગુજરાત રાજ્ય ના મોસ્ટ વોન્ટેડ બુટલેગર ને રાજસ્થાન માં જઈને ઝડપી પાડયા….

અહેવાલ : જયેશ માંડવીયા

અમદાવાદ શહેરની પી.સી.બી બ્રાન્ચ નાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ની ફરી એકવાર સરસ ઉમદા પ્રજાલક્ષી પ્રશંસનીય કામગીરી.

અમદાવાદ પી.સી.બી બ્રાન્ચ ફરી એકવાર એક્શન મુડમાં..ભારત દેશમાં પ્રથમ સ્થાને માનવામાં આવી રહેલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ની જેમ જાનની જોખમે પીસીબી બ્રાન્ચના અધિકારીઓએ કામગીરી કરીને ગુજરાત રાજ્ય ના મોસ્ટ વોન્ટેડ બુટલેગર ને રાજસ્થાન માં જઈને ઝડપી ને ઘણી મોટી સફળતા મેળવેલ છે.

અમદાવાદ શહેરની પી.સી.બી બ્રાન્ચ નાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ની ફરી એકવાર સરસ ઉમદા પ્રજાલક્ષી પ્રશંસનીય કામગીરી.

અમદાવાદ શહેરના ઈમાનદાર મહેનતુ અને કાયમ પ્રજાનું હિત જોનાર પ્રજાલક્ષી પોલીસ કમિશ્નર સાહેબશ્રી નાં આદેશ મુજબ પી.સી.બી બ્રાન્ચના પીઆઈ ચૌધરી સાહેબશ્રી નાં માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરની પીસીબી બ્રાન્ચના પોલીસ અધિકારીઓ દ્વારા ગુજરાત રાજ્ય ના મોસ્ટ વોન્ટેડ ખૂનખાર માથાભારે બુટલેગર રાજુ ઉર્ફે મુકેશ પિરારામ ગોદારા (બિશ્નોઈ) ને રાજસ્થાન થી ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે.

મહત્વની વાત તો એ છે કે સૌ કોય જાણે છે જ કે રાજસ્થાન માં રહેતા આરોપીઓ પાસે પિસ્તોલ – રિવોલ્વર જેવાં જાનલેવા હથિયારો હોય જ છે.અને આવાં આરોપી ને ઝડપી પાડવામાં આવે જે અશ્કય માનવામાં આવે છે.તેમ છતાં તકેદારી રાખીને જાનની જોખમે જે અશ્કયતા ને શક્યતાં માં ફેરવીને પીસીબી બ્રાન્ચના અધિકારીઓએ આવાં ભેજાબાજ માથાભારે ખૂનખાર બુટલેગર ને ઝડપીને સરસ ઉમદા પ્રશંસનીય કામગીરી કરીને સફળતા મેળવેલ છે.ખાસ તો મહત્વ ની વાત એ પણ છે કે અમદાવાદ રૂરલ પોલીસ તેમજ ગુજરાત રાજ્ય ની પોલીસ ને આવાં આ રાજુ ઉર્ફે મુકેશ બુટલેગર ને ઝડપી પાડવામાં નિષ્ફળતા મળી હતી.જેને અમદાવાદ પીસીબી બ્રાન્ચના અધિકારીઓએ ઝડપી ને મહાન શાનદાર પ્રશંસનીય સફળત મેળવેલ છે.

અમદાવાદ પીસીબી બ્રાન્ચ માં હાલનાં સમયમાં ફરજ બજાવી રહેલા બે પોલીસ કર્મચારી ની સરાહનીય કામગીરી.

અમદાવાદ પીસીબી બ્રાન્ચ માં હાલમાં ફરજ બજાવતા મહાવીરસિંહ બળવંતસિંહ વાઘેલા અને કિશોરભાઈ પ્રતાપભાઈ ગઢવી આ બે પોલીસ કર્મચારીઓ પોતાની જાનની જોખમે અગાઉ સુભાષ ઠાકુર નાં ખાસ ગણાતા સાર્પશુટર મનિષસિંગ જગતનારાયણ સિંગ ઠાકુર ને મહારાષ્ટ્ર માં થી પાંચસો માણસો નાં ટોળા ની વચ્ચે ઝડપી ને કારમાં બેસાડી ને અમદાવાદ માં લાવવામાં સફળતા મેળવેલ હતી.

*જે આ મનિષ સિંગ જગતનારાયણ સિંગ ઠાકુર સોપારી કિલર હતો.જે આ મનિષ સિંગ બોટાદ જિલ્લામાં ડબલ મર્ડર કેસમાં પણ વોન્ટેડ હતો.અને બોટાદ ડબલ મર્ડર ની એક કરોડ રૂપિયા ની સોપારી પણ લીધી હતી.અને અમદાવાદ શહેરના ગુન્હામાં પણ વોન્ટેડ હતો.આવા ગુન્હેગાર ને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ હતી.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS