નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે પ્રધાનમંત્રી કાર્યાલયનો હવાલો સંભાળી લીધો છે. પ્રધાનમંત્રી કાર્યાલયનાં અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કરતાં શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પીએમઓ શરૂઆતથી જ પ્રધાનમંત્રી કાર્યાલયને સેવાની સંસ્થા અને લોક પ્રધાનમંત્રી કાર્યાલય બનાવવાનો પ્રયાસ રહ્ય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમે પીએમઓને ઉત્પ્રેરક એજન્ટ તરીકે વિકસિત કરવાનો પ્રયાસ કર્યો છે, જે નવી ઉર્જા અને પ્રેરણાનો સ્ત્રોત બને છે.”

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, સરકારનો અર્થ તાકાત, સમર્પણ અને સંકલ્પની નવી ઊર્જા છે. તેમણેવિશ્વાસ વ્યકત કર્યો હતો કે, પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) સમર્પણ સાથે લોકોની સેવા કરવા માટે પ્રેરિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર એકલા મોદી જ નથી ચલાવતા, પરંતુ હજારો દિમાગ સાથે મળીને જવાબદારીઓ ઉપાડે છે અને તેના પરિણામેનાગરિકો જ તેની ક્ષમતાઓની ભવ્યતાના સાક્ષી બને છે.
મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની ટીમ સાથે સંબંધિત લોકો પાસે સમયનાં કોઈ અવરોધ, વિચારની મર્યાદા કે પ્રયાસ માટે કોઈ નિશ્ચિત માપદંડો નથી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સમગ્ર દેશને આ ટીમમાં વિશ્વાસ છે.” પ્રધાનમંત્રીએ તેમની ટીમમાં સામેલ લોકોનો આભાર માનવાની તક ઝડપી લીધી હતી અને આગામી ૫ વર્ષ માટે વિકસિત ભારતની યાત્રામાં સામેલ થવા ઇચ્છતાં અને પોતાની જાતને રાષ્ટ્રનિર્માણ માટે 6 સમર્પિત કરવા ઇચ્છતા લોકો ને પણ અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણે સૌ સાથે મળીને વિકસીત ભારત ૨૦૪૭નાં એક ઈરાદા સાથે ‘રાષ્ટ્ર પ્રથામુ માં બક્ષ્યાંકને હાંસલ કરીશું. વાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો કે, તેમની દરેક પળ દેશની છે. પ્રધાનમંત્રી મોદીએ સમજાવ્યું કે ઈચ્છા અને સ્થિરતાનો સમન્વય નિશ્ચય માટે બનાવે છે જયારે દ્રઢ નિશ્ચયને સખત મહેનત દ્વારા પૂરક બનાવવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો કોઈની ઇચ્છા સ્થિર હોય તો તે સંકલ્પનું સ્વરૂપ ધારણ કરે છે જયારે સતત નવા રૂપ ધારણ કરતી ઈચ્છા માત્ર એક લહેર છે.
પ્રધાનમંત્રીએ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમની ટીમને ભવિષ્યમાં છેલ્લાં ૧૦ વર્ષ માટેછે. પ્રધાનમંત્રી મોદીએ સમજાવ્યું કે ઈચ્છા અને સ્થિરતાનો સમન્વય નિશ્ચય માટે બનાવે છે કરવામાં આવેલા કાર્યોને પાછળ છોડીને વૈશ્વિક માપદંડોને તોડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી મોદીએ કહ્યું હતું કે, “આપણે દેશને એવી ઊંચાઈએ લઈ જવું જોઈએ, જે અન્ય કોઈ પણ દેશે હાંસલ ન કરી હોય.”
પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સફળતાની પૂર્વજરૂરિયાતો એ વિચારની સ્પષ્ટતા, વિશ્વાસ અને કાર્ય કરવામાટેના પાત્રમાં વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું હતું કે, “જો આપણી પાસે આ ત્રણ વસ્તુઓ છે, તો હું નથી માનતો કે નિષ્ફળતા ક્યાંય નજીક હશે.”
પ્રધાનમંત્રીએ પોતાને એક વિઝનને સમર્પિત કરનાર ભારત સરકારનાં કર્મચારીઓનેશ્રેય આપ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ સરકારની ઉપલબ્ધિઓમાં મોટો હિસ્સો મેળવવાને લાયક છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “આચૂંટણીઓએ સરકારી કર્મચારીઓના પ્રયાસો પર મંજૂરીની મહોર લગાવી છે.” તેમણે ટીમને નવા વિચારો વિકસાવવા અને કરવામાં આવતા કાર્યના સ્કેલને વેગ આપવા પ્રોત્સાહિત કર્યા. પ્રધાનમંત્રીએ પોતાની ઉર્જાના રહસ્ય પર પ્રકાશ પાડીને સંબોધનનું સમાપન કર્યું હતું અને કહ્યું હતું કે, એક સફળ વ્યક્તિ તે છે જે પોતાની અંદરના વિદ્યાર્થીને જીવંત રાખે છે.