અમદાવાદ નિકોલમાં રહેતી એક યુવતીને એકતરફી પ્રેમ કરતા પોલીસ કર્મચારીએ તેના સાગરીતો સાથે મળીને યુવતીના પિતરાઈભાઈની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી પોલીસ કર્મચારીની ધરપકડ કરી હતી. જયારે અન્ય પાંચ આરોપીઓ હજુ ફરાર છે.

શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લલિત પટણીને નિકોલમાં ગજાનંદ ફલેટની બહાર ફુટની લારી પર ધંધો કરતા બાદલ પટણીની પિતરાઈ બહેન સાથે એકતરફી પ્રેમ હતો. આ બાબતની જાણ યુવતીના પિતરાઈ બાદલપટણીને થતા તેણે લલિત પટણીને આ બાબતે ઠપકો આપ્યો હતો.
આ અંગેની અદાવત રાખીને ગત 22 મી જુનના રોજ લલિત અને તેના પાંચ સાથીદારોને લઈને ગજાનંદ ફલેટ પાસે લારી લઈને ઉભેલા બાદલ પર હુમલો કરી તેની હત્યા કરી હતી. જેમાં વોન્ટેડ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી લલિત પટણીની પોલીસે શનિવારે ધરપકડ કરી અન્ય પાંચ આરોપીની શોધખોળ આદરી છે.