Sunday, March 23, 2025

દિલ્હીમાં પરોઢીયે મકાનમાં આગ : દંપતિ અને બે યુવાન પુત્રના મોત…

ઇન્વર્ટરમાં શોર્ટસર્કિટ થતા ચારેય પરિવારજનો ગુંગળાઇ ગયા.

અહેવાલ : જયેશ માંડવીયા

દિલ્હીના પ્રેમનગર વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાથી ચાર લોકોના શ્વાસ રૂંધાય જવાના કારણે મૃત્યુ થયા છે. આજે સવારે 3.30 વાગ્યે બનાવ બન્યા બાદ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. ચાર લોકોને હોસ્પિટલે લઇ જતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 

એક જ પરિવારના પતિ-પત્ની અને તેમના બે પુત્રોના આ કરૂણ બનાવમાં જીવ ગયા હતા. ભારે મહેનત બાદ આ આગ પર ટીમે કાબુ મેળવ્યો હતો. તંત્રના જણાવ્યા મુજબ આગ પહેલા માળે ઇન્વર્ટર અને સોફામાં લાગી હતી જેના કારણે ચાર લોકો ધુમાડામાં ફસાઇ ગયા હતા. તે કારણે તેમના ગુંગળાઇ જવાથી મૃત્યુ થયા હતા.

આગે પુરા ઘરને લપેટમાં લઇ લીધુ હતું. ઘરના મુખ્ય એન્ટ્રી ગેટ પર ઇન્વર્ટરમાં શોર્ટ લાગવાથી આગ લાગ્યાનું તારણ છે. તે બાદ આગ ફર્નિચર સુધી પહોંચી હતી.
મૃતકોમાં 48 વર્ષના હિરાસિંહ, 46 વર્ષના નીતુસિંહ અને તેમના 22 વર્ષના પુત્ર રોબીન અને લક્ષ્યનો સમાવેશ થાય છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS