અહેવાલ : જયેશ માંડવીયા
જેતપુરના બળદેવધારમાં જુગાર રમતી 10 મહિલા ઝડપાઈ હતી.પોલીસે રૂ.10 હજાર કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગત અનુસાર જેતપુર ઉદ્યોગનગર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં.

ત્યારે બાતમીનાં આધારે દરોડો પાડી જેતપુરના નવાગઢ બળદેવધારમાં ઈભુભાઈ ચકી પાસે જાહેરમાં જુગાર રમતી વસંતબેન વિઠ્ઠલભાઈ ચૌહાણ (ઉ.વ.60), ધર્મીષ્ઠાબેન ઉર્ફે ધમી મગનભાઈ સોલંકી (ઉ.વ.50), ગીતાબેન જેન્તીભાઈ પરમાર (ઉ.વ.50), ઢેલીબેન રાણાભાઈ ઓડેદરા (ઉ.વ.60), રેખાબેન સમજુભાઈ પરમાર (ઉ.વ.55), હંસાબેન નરસીગીરી મેઘનાથી (ઉ.વ.53), શાંતાબેન કેશુભાઈ ભડેલીયા (ઉ.વ.60), મધુબેન 2મેશભાઈ ભાખોતરા (ઉ.વ.55), જશીબેન હીરાભાઇ સોલંકી (ઉ.વ.60) કાળીબેન બાબુભાઇ ચૌહાણ (ઉ.વ.35) (રહે તમામ બળદેવધાર, નવાગઢ, જેતપુર) ને પકડી પાડી રોકડ રૂ.10,330 કબ્જે કર્યા હતા.આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ રીઝવાનભાઈ સિંજાત,હિતેષભાઈ વરૂ, એ.એસ.આઈ. સંજયભાઇ પરમાર, માલુ બેન મકવાણા, કોન્સ્ટેબલ ચેતનભાઈ ઠાકોર,મીલભાઈ ચંદ્રવાડીયા રોકાયેલ હતાં.