Saturday, March 15, 2025

ચોમાસાની શરૂ થતી ઋતુમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ નહી તે માટે ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીની લારી, હોટેલ, રેસ્ટોરેન્ટ વગેરેમાં વિશેષ ચકાસણી ઝૂબેશ..

અહેવાલ : જયેશ માંડવીયા

ચોમાસાની શરૂ થતી ઋતુમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ નહી તે માટે થઈ ને આગોતરા પાગલના ભાગરૂપે માનનીય નાયબ કમિશ્નર સ્વપ્નિલ ખરેની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીની લારી, હોટેલ, રેસ્ટોરેન્ટ વગેરેમાં વિશેષ ચકાસણી ઝૂબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના એ.જી. ચોક હોકર્સ ઝોન કાલાવડ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 2૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.

(0૧)દિલખુશ પાણીપુરી -બટેટા, ઢોકળાની ખીરું મળીને કુલ- ૦૭ કિ.ગ્રા. (0૨)બાલા ચાઇનીઝ પંજાબી- આજીનો મોટો – ૦૭ કિ.ગ્રા (0૩)જયશ્રી રામ ચાઇનીઝ પંજાબી – બાંધેલો લોટ, ગાર્લિક પેસ્ટ મળીને કુલ- ૦૪ કિ.ગ્રા (0૪)હર હર મહાદેવ ચાઇનીઝ – ગ્રેવી તથા નુડલ્સ મળીને કુલ- ૦૬ કિ.ગ્રા (૦૫)માહિર મદ્રાસ કાફે -બટેટાનો મસાલો – ૦૫ કિ.ગ્રા (૦૬)માહિર ચાઇનીઝ પંજાબી – ગ્રેવી તથા આજીનો મોટો મળીને કુલ- ૦૫ કિ.ગ્રા (૦૭)પીઠડ ચાઇનીઝ પંજાબી – વાસી પનીર – ૦૨ કિ.ગ્રા (૦૮)યશ ફાસ્ટફૂડ -મીઠી ચટણી – ૦૨ કિ.ગ્રા (૦૯)શ્રીનાથજી ભેળ પાણીપૂરી – બાફેલા બટેટા- ૦૩કિ.ગ્રા (૧૦)ભોલા ફાસ્ટફૂડ – વાસી પિઝા – ૦૨ કિ.ગ્રા (૧૧)રૂહી વેજ મોમઝ – પનીર ૦૧ કિ.ગ્રા મળીને કુલ ૪૪ કી.ગ્રા. ખાદ્યચીજનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ.

તથા (૧૨)પટેલ ચાઇનીઝ પંજાબી (૧૩)જય બાલાજી કરછી દાબેલી (૧૪)બજરંગ ઘૂઘરા (૧૫)ભેરુનાથ કસાટા આઇસ્ક્રીમ (૧૬)જિલ્લાની વડાપાઉં (૧૭)ક્રિષ્ના પાઉંભાજી (૧૮)જલારામ કોલ્ડ્રિંક્સ (૧૯)શુભમ સેન્ડવીચ (૨૦)ગાયત્રી મદ્રાસ કાફે (૨૧)કિશનભાઈ બટેટાવાળા (૨૨) શન્નીભાઈ બટેટાવાળા (૨૩)દેવ ફાસ્ટફૂડ (૨૪)દેવ મદ્રાસ કાફે (૨૫)ચાઇનીઝ એક્સપ્રેસ (૨૬)ક્રિષ્ના ચાઇનીઝ પંજાબી (૨૭)એન જોય પોઈન્ટ (૨૮)ઉસ્તાદ લાઈવ કાઠિયાવાડીની ચકાસણી કરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખધ્યપદાર્થના 2 નમૂના ફેઇલ (સબસ્ટાન્ડર્ડ) જાહેર થતાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેટર સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂ|.6,50,000/- (અંકે રૂપિયા છ લાખ પચાસ હજાર) દંડના હુકમ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રામનાથપરા, હુસેની ચોક, આર.કે.પ્રોવિઝનની સામે, રાજકોટ મુકામેથી પનીર (લુઝ) નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વનસ્પતિ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક ઇમ્તિયાઝભાઈ જુમાભાઇ કાણિયાને રૂ|.5,00,000/- (અંકે રૂપિયા પાંચ લાખ) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાથીખાના શેરી નં.3, રામનાથ કૃપા, રાજકોટ મુકામેથી મીઠી ચટણી (પ્રિપર્ડ-લુઝ) નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં સીન્થેટીક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક ઇશ્વરભાઇ લાલજીભાઇ કાકુને રૂ|.1,50,000/- (અંકે રૂપિયા એક લાખ પચાસ હજાર) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS