અહેવાલ જયેશ માંડવીયા
રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં આવેલા ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં બાળકો ઉઠાવી જવાની શંકાના આધારે સ્થાનિક લોકોએ બે શખ્સોને ઝડપી લઈ મેથી પાક ચખાડયો હતો. બાદમાં ત્રણેયને શખ્સોને માલવીયાનગર પોલીસ મથકને સોંપવામાં આવતાં પોલીસે ત્રણેયની પુછપરછ હાથ ધરી હકીકત શું છે તે જાણવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં આજે સવારના સમયે ભીકશુક જેવા લાગતાં બે શખ્સો આંટાફેરા કરતાં હોષ જેથી સ્થાનિક લોકો એકઠાં થઈ ગયા હતાં અને ત્રણેય શખ્સો બાળકો ઉઠાવવા માટે અફવ્યા હોય તેવી શંકાના આધારે લોકોના ટોળા ભેગા થઈ ત્રણેય શખ્સોને પકડી પાડી મેથી પાક ચખાડયો હતો. સ્થાનિક લોકોએ પોલ ધપાટ કર્યા બાદ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતા
પીસીઆર વાન ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બન્ને શખ્યોને સ્થાનિક લોકોએ પોલીસ હવાલે કરતાં બન્નેને પોલીસ વાનમાં બેસાડી માલવીયાનગર પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા
માલવીયાનગર પોલીસ સ્ટાફ દ્વારા ઝડપાયેલા ત્રણેષ શખ્સોની પુછપરછ કરતાં તેઓએ પોતે મદારી હોવાનું અને ખેલ કરવા માટે અલગ અલગ વિસ્તારોમાં જતાં હોય આજે સવારે ગોકુલધામ આવાસ કક્વાર્ટરમાં મદારીનો ખેલ કરવા માટે ગયા હોવાની કબુલાત આપી હતી. ગોકુલધામ ક્વાર્ટરમાં મદારીનો ખેલ કરવા જતાં સ્થાનિક લોકોએ તેમને ઘોલધપાટ કરી માર માર્યો હોવાનું પોલીસને જણાયું હતું. જેથી પોલીસે ત્રણેષે શખ્સો ખરેખર મદારીનો ખેલ કરવા માટે જ આવ્યા તાં ? કે સ્થાનિક લોકોનો બાળકો ઉઠાવી જવાનો આક્ષેપ સાચો ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.