અહેવાલ : જયેશ માંડવીયા
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બાય પાસ નું કામ ચાલુ રહ્યું છે.આ બાય પાસ માં બે ઓવરબ્રિજ નું નિર્માણ થયું છે.આ બંને ઓવરબ્રિજ નીચે વરસાદ ના પાણી ના નિકાલ ની વ્યવસ્થા ન હોય અહી બંને સ્થળોએ તળાવ ભરાયા છે.આ વરસાદી પાણી ના કાયમી નિકાલ ની માંગ કરવા માં આવી છે.

ડોળાસા બાય પાસ માં ચીખલી રોડ અને લેરકા રોડ પર ઓવરબ્રિજ બનાવવા માં આવ્યા છે.જે હૈયત રોડ થી દોઢ ફૂટ નીચે હોવાથી વરસાદ નું પાનું તળાવ ની માફક જમાં થયું છે. અહી પુલ બનતો હતો ત્યારેજ ખેડૂતોએ ઓવરબ્રિજ ના તળીયા ને ઉંચાઇ આપવા માંગ કરી હતી.પણ નેશનલ હાઇવે ના એન્જીન્યરો એ આ વાત સાંભળી જ નથી.અને હવે વરસાદ થયો છે.તો અહી પાણી નું તળાવ ભરાયું છે.ડોળાસા ની મોટા ભાગ ની સીમ આ બંને રોડ ઉપર જ આવેલી છે.

અનેક ખેડૂતો વાડીએ વસવાટ કરે છે.તેઓના બાળકો ને શાળાએ જવા નો રોડ પણ આજ છે.આ ઉપરાંત ચીખલી.,કોબ.,તડ.,દીવ નો પણ ધોરી માર્ગ છે.ત્યારે એટલી જનસંખ્યા રસ્તા ના કારણે દુઃખી હોય તુરત આ સમસ્યા નું નિરાકરણ થાય તે જરૂરી છે. ડોળાસા ના લોકો ની માંગ છે કે આ ઓવરબ્રિજ નો તળિયા નું બાંધકામ એક થી દોઢ ફૂટ નીચું થયું છે.આ બ્રિજ ની ઉંચાઈ જોતા આ ઓવરબ્રિજ ના તળિયા ના ભાગ ને ઉંચો લેવા માં આવે એવી શક્યતા છે