અહેવાલ : જયેશ માંડવીયા
તાલુકાના ડોળાસા ગામ ના બસ સ્ટેશન વિસ્તાર ના રોડ ની હાલત બિસ્માર થઈ છે. મસ મોટા ગાબડાં ઓ ની હારમાળા સર્જાય છે.વાહન ચાલકો તોબા પોકારી ગયા છે.ડોળાસા બસ સ્ટેશન વિસ્તાર માં એક જ વર્ષ પહેલા બનેલા હાઇવે રોડ ની હાલત તદન ભંગાર બની છે.દર વર્ષે અહીં ચોમાસા નું પાણી ભરાય છે.

જેના કારણે ડામર રોડ એક વર્ષ પણ ટકતો નથી.જ્યાં સુધી પાણી ના નિકાલ ની કોઈ વ્યવસ્થા નહિ થાય તો ડોળાસા ના બસ સ્ટેશન વિસ્તાર માં દર ચોમાસા માં રોડ ની આવી બિસ્માર હાલત જ રહેવા ની છે !!.
હાલ ડોળાસા ગામ માં થી પસાર થતા એક કી.મી.ના હાઇવે રોડ માં ખાડા ઓ ની હારમાળા સર્જય છે.વાહન ચાલકો તોબા પોકારી ગયા છે.અને આવતા દિવસો માં હજુ પણ આ રોડ ખરાબ હાલત માં મુકાશે.કોઈ રિપેર કરવા આવવા ના નથી કારણકે ચોમાસા ના કારણે ડામર રોડ નું કામ સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે.

ડોળાસા બસ સ્ટેશન વિસ્તાર માં મોટા મોટા ખાડા પડ્યા છે.અને તેમાં પાણી ભર્યું છે.તેથી વાહન ચલકો ને ખાડા ની ઊંડાઈ નો ખ્યાલ આવતો નથી.તેથી વાહન ચાલકો ખાસ કરીને મોટર સાયકલ ચાલકો છાશ વારે અકસ્માત નો ભોગ બને છે.ડોળાસા ગામ ના રોડ નો સમસ્યા નું નિરાકરણ કરવા ડોળાસા ના બસ સ્ટેશન ની દક્ષિણ દિશા માં બનાવેલી પાકી ગટર જે હાલ બંધ પડી છે તેને ખોલવા માં આવે અને આ રોડ હવે બને ત્યારે સિમેન્ટ રોડ બનાવવા માં આવે તેવી લોકો ની માંગ છે.