Sunday, March 23, 2025

કેશોદ તાલુકામાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો….

કેશોદ તાલુકામાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો | Saurashtra Bhoomi News

કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયોછે ત્રીજા વર્ષે દશ જુનથી વરસાદ શરૂ થયો હતો બે વર્ષ પહેલાં પંદર જુનથી વરસાદ શરૂ થયો હતો ગત વર્ષે બાર જુનથી મેઘરાજાનું આગમન થયું હતું છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચોમાસાના પ્રારંભ પહેલા મેઘરાજાનું આગમન થતુ આવ્યુછે પંદર જુન પહેલા વરસાદ થયો હતો જ્યારે હાલના વર્ષે પંદર જુન બાદ પણ મેઘરાજાનું આગમન થયુ નથી ગત વર્ષે બાર જુનથી મેઘરાજાનું આગમન થયું હતું હાલના વર્ષે મેઘરાજાના આગમનના કાંઈ એંધાણ જોવા નથી મળતા ત્યારે આગાહીકારોની આગાહી મુજબ વીસ જુન પહેલા વરસાદ થાય તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યાછે.

છેલ્લા ત્રણ વર્ષથી આગોતરી મગફળીના વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યો હતો ગત ત્રીજા વર્ષે 4680 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ હતું બે વર્ષ પહેલા 5500 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ હતું ગત વર્ષે 8500 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુછે જ્યારે હાલના વર્ષે માત્ર 1265 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ હોવાનુ જાણવા મળી રહયુછે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS