પાણીના નિકાલના પ્રશ્ને મામલતદાર ટીડીઓ પીઆઈ સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જેસીબીથી પાણીનો ઉંચો પાળો દુર કર્યો
અહેવાલ : જયેશ માંડવીયા

કેશોદના નાની ઘંસારી ગામે જુના ગામતળના પાણીના નિકાલની જગ્યાએ માટી નાખી વહેણ બંધ થતાં ગામ વિસ્તારમાં આજુબાજુના રહેણાંક મકાનોમાં પાણી ઘુસ્યા બાજુના ખેતરમાં ખેતરોમાં ધોવાણ થયુછે ચોમાસા પહેલા આજુબાજુના સ્થાનિકો તથા ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી હતી દાવા અરજી કરી હતી જે બાબતે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામા આવી હતી

છતાં પાણીના નિકાલનો પ્રશ્ન હલ થયો ન હતો જે બાબતે ટીડીઓ મામલતદાર પીઆઈ તલાટી કમ મંત્રી સહિતની ઉપસ્થિતિમાં પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા માટે જેસીબી મશીન દ્વારા પાણીના નિકાલનો ઉંચો પાળો દુર કરી પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી જ્યારે આગળના રસ્તામાં પણ માટી ભરેલ હોય જયાથી પણ પાણીનો પુરતો નિકાલ થઈ શકે તેમ ન હોય જે બાબતે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામા આવશે

અત્રે ઉલ્લેખનીય ગામના મુખ્ય પાણીનો નિકાલ બંધ થતાં હાલાકી સર્જાયછે જેથી ગામતળમાં સ્થાનિક રહેવાસીઓના ઘરમાં પાણી ઘુસ્યા હતા આજુબાજુના ખેતરોમાં ધોવાણ થતાં ખેતરોમાં નુકસાની થવા પામીછે
હાલ પુરતી તંત્ર દ્વારા પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થાની કામગીરી હાથ ધરવામાં આવીછે પરંતુ થોડા દિવસો પછી ફરીથી એ જ પરિસ્થિતિનુ નિર્માણ થશે ત્યારે તંત્ર દ્વારા શુ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે પાણીના નિકાલ જે બંધ થયોછે તે સંપૂર્ણ દુર કરવામાં આવે તો જ કાયમી પ્રશ્ન હલ થઈ શકે તેમછે જો આવુ નહી થાય તો ગામના બસ સ્ટેન્ડ આજુબાજુની દુકાનો ગૌશાળા પ્રાથમિક શાળા તથા આજુબાજુના સ્થાનિકો તથા આજુબાજુના વિસ્તારોના ખેડુતોને હાલાકી ભોગવવાની રહેશે ત્યારે કાયમી પાણીના નિકાલનો પ્રશ્ન હલ થાય તેવી સ્થાનિકોની માંગણીછે