કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં ફરજ બજાવતો હોવાના ફાંકા મારી અનેકને શીશામાં ઉતારનાર ભરત છબડા સામે ફરિયાદ દાખલ
સત્ય ઉજાગર પ્રતિનિધિ દ્વારા
ગુજરાતમાં નકલીનો સિલસિલો ચાલુ છે, અમદાવાદમાં કાઈમ બ્રાન્ચમાં ભરત છબડા સામે ફરિયાદ નોંધાઈ છે,જેમાં તેણે કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં ફરજ બજાવતો હોવાનું કહીને સરકારી કોન્ટ્રાકટ અપાવવાના બહાને ૫૦ હજાર પડાવ્યા રૂપિયા પડાવ્યા છે, જેને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

ભરત છબડા કે જે કોઈ અધિકારી કે કોઈ સરકારી એજન્સીમાં ફરજ બજાવતો નથી પરંતુ તેવું કહીને લોકોને ખંખેરી રહ્યો છે, આ ચિટર ભરત છાબડાએ અન્ય એક વ્યકિત પાસેથી અઢી લાખ પડાવ્યા છે અને તેને પણ કોન્ટ્રાક આપવાનું કહી રૂપિયા લઈ ફરાર થઈ ગયો છે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભરત છબડા સામે બે અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથધરી છે.કેતન પટેલ, રૂપેશ દોશી બાદ વધુ એક તોડબાજનું કારસ્તાન સામે આવ્યું છે.
આરોપી ભરત છબડા ઉચ્ચ કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં ફરજ બજાવતો હોવાનું કહી લોકોની સાથે છેતરપિંડી આચરી રહ્યો છે, સારા ધંધામાં સેટ કરવા તેમજ સરકારી અધિકારીની બદલી કે સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને આ લકંગો લોકો પાસેથી રૂપિયા ખંખેરતો રહ્યો છે, હજી પણ આ ભરતની સામે વધુ કરિયાદ નોંધાયતો નવાઈ નહી, ફરિયાદીના પિતાને જેલમાંથી છોડાવવાના બહાને પણ રૂપિયા પડાવ્યા છે.ક્રાઈમ બ્રાન્ચે બે અલગ અલગ ફરિયાદ નોંધ તપાસ હાથધરી છે અને તેના મોબાઈલ નંબરના આધારે તેની શોધખોળા હાથધરાઈ છે.