અહેવાલ : જયેશ માંડવીયા
ખેડૂત ખાતેદાર ની ખરાઈ હોય કે ખાતેદારો ના અન્ય વિષય હોય લોકો ને પડી રહી છે પારાવાર તકલીફો…

ઉના તાલુકામાં અનેક રીતે યેનકેન પ્રકારે વિવાદ માં રહેતી પ્રાંત ઓફીસ ની કામગીરી ને લઈ ને લોકો માં રોષ જોવા મળી રહ્યો છે ખાતેદારો ના નાના અમથા કામ માટે પણ પાચ મીંડા નો અભિષેક ધરવો પડે છે ત્યારે જ કામ થાય છે જો તમે વકીલ હસ્તક કામ કરવા જાઓ તો જે બિનજરૂરી છે એવા કાગળો માંગી ને અરજી નો નિકાલ કરી નાખવામાં આવે છે .
તાજેતર માં જ ઉના ના વેપારી અગ્રણી ને કડવો અનુભવ થયો હતો અને વેપારીએ પહેલાં બધા કાગળો ફાઈલ કરી ને રાહ જોઈ હતી પરંતુ લાંબા સમય રાહ જોયા બાદ કામ ના થયું અને પાચ આંકડા સુધી નું પડીકું માંગવા માં આવ્યું હતું જોકે વેપારી અગ્રણી સહમત ના થયા પરંતુ કહેવાય ને કે મોઢે હરામ નું આવી જાય બાદ ભૂખ વધુ ઊઘડી જાય છે પરંતુ આ લોકો ને ખબર નથી તાજેતર માં જ અહેમદ પુર ચેક પોસ્ટ ના બનાવ બાદ શું હાલત થઈ ત્યારે પ્રાંત ઓફીસ ની કથળેલી સ્થિતિ ને લઇ ને ટૂંક સમય માં સોગંદ નામાં સાથે મુખ્યમંત્રી માં ઓનલાઇન ફરિયાદ દાખલ થવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે…
ખાણ ખનીજ અને બેફામ ખનન થઈ રહ્યું છે ત્યારે આખ આડા કાન કરી ને શાહમૃગ ની નીતિ અપનાવતી આ ઓફિસ ફરી ચર્ચા ના કેન્દ્રે આવશે એ નક્કી છે..