Sunday, March 23, 2025

અહમદાબાદ પૂર્વના ઓઢવ વિસ્તારમાં આવેલ શિવમ આવાસના રહીશો સાથે અન્યાય થવા બાબત…..

(૧) રીડેવલપેમેન્ટ પોલીસ હેથળ અમદાવાદમાં અનેક જગ્યાએ ફલેટ બનાવવાનું કામ ચાલુ છે પરંતુ શિવમ ફલેટ સિવાય કોઈ જગ્યા એ વૈકલ્પિક વ્યવસ્થા માટે મૂળ માલિક પાસેથી Noc મંગાવવામાં આવી નથી અને આ પોલીસી ના નિયમ મુજબ પણ કબ્જેદાર/ માલિક મકાનના પોતાનું હોવાના પુરાવા અને પોતે સોગંદ નામું કરી આપે તો શિવમફલેટના રહીશો પાસે તમે કેમ NOC માંગી?

(2) NOC જાલીદ ના મ વાળા કારણે કેટલાય લોકો ને ભાડા લેટ મળવાના શુરુ થયા અને ૯૪ પરીવારો એવા છે જેમને હજું સુધી ભાડા પણ નથી મળયા અને મકાનો ની લીસ્ટમાંનામ પણ નથી આવ્યા તેની જવાબદારી કોની?

(3) રીદેવલપમેન્ટ પોલિસી મુજબ હયાત મકાનના ૪૦% મોટું મકાન બનાવવું તો તમે નાના મકાનો કેમ બનાવ્યા?

(4) શિવમફલેટનું એક મકાન પહેલા 25 sq Mt. નું મકાન હતું જેના બદલે 30.9 sq mt. નું બનાવવામાં આવ્યું છે જયારે નિયમ મુજબ મકાન 37 Sq mt. નું હોવુ જોઈએ.

(5) પોલિસી મુજબ 1332 પરિવારો માટે ૨ આંગણવાડી , ૨ હેલ્થ સેન્ટર , ૨ કોમ્યુનિટી હોલ હોવા જોઈએ જેના બદલે માત્ર ૧ નાનું હેલ્થ સેન્ટર બનાવવા માં આવ્યું છે. એક પણ આંગણવાડી કે એક પણ કોમ્યુનિટી હોલ નથી બનાવવા માં આવ્યો .

(6) રીડેલપમેન્ટ રહીશો મેન્ટેનન્સ પેટે લેવાતી રકમ મકાનની સાઈઝ મુજબ હોય છે તો નિયમ મુજબ શિવમ આવાસના રહીશને ભરવાના થાય? પોલીસી મુજબ ૪૫ થી ૫૦ Sq mt. નું મકાન હોય તો ૫૦ હજાર રૂપિયા મેન્ટેનન્સ આપવાનું થાય જયારે શિવમ આવાસ માં ૩૦.૯ Sq Mt. મકાન હોવા છતા ૫૦ રુપિયા મેન્ટેનન્સ ની માંગણી કરવામાં આવી છે જે મજબૂર ગરીબો પાસે થી લુંટ સમાન છે.

(7) શિવમ આવાસના રહીશને મકાનનીચાવી લેવા માટે શિવમ આવાસના મેન્ટેનન્સ 50000 ના ચોથા ભાગના 12500 ભરવા. ૧૩૩૨ પરિવારો ના ૫૦ હજાર લેખે ૬ કરોડ ૬૬ લાખ રૂપિયા જમા થશે જે કોની પાસે રહશે અથવા કોની જવાબદારી માં રહશે ?

(8) ભૂતકાળ માં અનેક આવાસ યોજનાઓ ના મેન્ટેનન્સ ના પૈસે પરત મળેલ નથી અથવા મેન્ટેનન્સ માટે વાપરવામાં આવેલ નથી તો એવી જ હાલત શિવમ આવાસ યોજનાના રહીશો ની નઈ થાય એના માટે જવાબદાર કોણ ?

(9) રીડેવલપમેન્ટ પોલીસ મુજબ શિવમ આવાસ બનાવવા બાદ લિફ્ટ, બોર, મકાનની સ્ટેબિલીટી, આવાસમાં વપરાયેલ તમામ ચીજવસ્તુઓ ના મેન્ટનન્સ બાબતે ડેવલપર ની જવાબદારી કેટલા વર્ષની રહશે ?

(10) ૨૬/8/૨૦૧૮ રક્ષાબંધન ના દિવસ ૨ બ્લોક ધરાશાઈ થયા હતા ત્યારબાદ બધા બ્લોક ખાલી કરાવવામાં આવ્યા હતા, ત્યારબાદ સરકારે ના તો બેધર લોકો માટે કોઈ વ્યવસ્થા કરી અને નાતો એમને ૨ વર્ષ સુધી ભાડા પણ આપ્યા, તો સરકાર ની જ બનાવેલી પોલીસી પ્રમાણે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા લાભાથીઓને ના અપાય ત્યાં સુધી કોઈને બેઘર ના કરાય તો રહીશોના 2 વર્ષના ભાડાના પૈસે કોણ ખાઈ ગયું ?

(11) નિયમ પ્રમાણે વિકલાંગ રહીશોનું મકાન પહેલા માળે આપવું જોઈએ તો રહીશોએ પોતે વિકલાંગ છે તેના સર્ટીફીકેટ જમા કરાવ્યું હોવા છતાય તેમનું મકાન ઉપરના માળે કેમ આવ્યું ?

( 12) બિલ્ડર દ્વારા બનાવેલ મકાનોમાં ધણી ખામીઓ છે, પેવર બ્લોક માત્ર રેતી ઉપર પાથરવામાં આવ્યા છે, દરવાજાની ફ્રેમ પથ્થર ની હોવાથી ફા વણી પહેલા અમુક ફ્રેમ તૂટી ગઈ છે માટે અમને શંકા છે કે બાધકામમાં ગેરરીતિ થઇ છે જેની તપાસ થવી જોઈએ.

( 13) પોલીસી મુજબ 2016 થી 7 વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી ડેવલપરની હોય છે તો પછી 50000 શા માટે લેવામાં આવે છે.

માટે ઉપરોક્ત સવાલો બાબતે જવાબદારી અધિકારીઓએ સાથે કાયદાકીય કાર્યવાહી કરી શિવમ આવાસના રહીશોને ન્યાય આપશો એવી અમારી લાગણી અને માંગણી છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS