અહેવાલ : જયેશ માંડવીયા
અમરેલી જિલ્લામાં રાજુલા શહેરના કડીયાળી રોડ ઉપર તારીખ 24 રાત્રીના સમયે હરસુરભાઈ ભરતભાઇ ધાખડા ઉર્ફે લાલો પસાર થતા ગેરકાયદેસર મંડળી રચી આરોપીઓ દ્વારા યુવકને પાઇપ વડે હુમલો કરી માર મારી ગંભીર ઇજાઓ કરતા રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન લાલાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો અને રાજુલા પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

આ ઘટનાની જાણ પોલીસને થતા અમરેલી SP હિમકર સિંહ દ્વારા ગંભીરતા દાખવી સૂચના આપતા તાત્કાલિક હત્યાનો ગુન્હો નોંધી આરોપીને પકડવા માટે આદેશ આપતા અમરેલી એસપીની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ.અલ્પેશ પટેલ અને રાજુલા પી.આઈ. આઈ.જે.ગીડા,પી.એસ.આઈ.કે.ડી.હડીયા,પી.એસ.આઈ.એમ.એફ.ચૌહાણ, સહિતની અલગ અલગ ટીમો દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં 4 આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રાજુલા પોલીસના સંયુકત ઓપરેશનમાં આરોપીઓને દબોચી ધરપકડ કરવામાં આવી છે ટેક્નિકલ ટીમ સહિત ટીમો દ્વારા આરોપીઓ ફરાર થાય તે પહેલા જ દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
રાજુલા શહેરમાં રહેતા મહમદ ઉર્ફે ઝુબેર હારૂનભાઈ કલાણીયા, લતીફ હારૂનભાઈ કલાણીયા, શાહરૂખ ઉર્ફે ઝેરી ફારૂકભાઈ સાખાણી, મુસ્તાફ ઉર્ફે મુસો મહમદભાઈ પાયક સહિત 4 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપી સાથે અન્ય કોઈ વધુ લોકો હતા કે કેમ? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.