અહેવાલ : જયેશ માંડવીયા

અમદાવાદ બોપલ આવતી દારૂ ભરેલી ફોર્ચ્યુનર રાજપથ-રંગોલી રોડથી ટર્ન મારતી થાર સાથે અથડાઈ.અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દારૂ ભરેલી ગાડી અન્ય ગાડી સાથે અથડાઈ હતી, જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓનાં મોત થયાં છે. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.

અકસ્માત માં મૃતકનાં નામ અજિત કાઠી, ઉં.વ: 32, રહેઠાણ: વિરમગામ મનીષ ભટ્ટ, ઉં.વ: 52, રહેઠાણ: સાબરમતી, મૂળ વિરમગામ ઓમપ્રકાશ ઉર્ફે પપ્પુ, ફોર્ચ્યુનરનો ચાલક.ઈજાગ્રસ્ત સારવાર હેઠળ રાજુરામ બિશ્નોઈ, ઉં.વ: 24, રહેઠાણ: સાંચોર, રાજસ્થાન રિયલ એસ્ટેટના ધંધાર્થીનું મોત મૂળ વિરમગામના મનીષ ભટ્ટને રિયલ એસ્ટેટનો ધંધો છે, હાલમાં થોડા દિવસથી સાબરમતી ખાતેના તેમના ઘરે રહેતા હતા. વહેલી સવારે કામથી બહાર નીકળ્યા હતા, જ્યાં યુ-ટર્ન લેતી વખતે ઓવરસ્પીડમાં ફોર્ચ્યૂનર ગાડી આવી અને અકસ્માત સર્જાયો હતો. તેઓ થારમાં અજીત કાઠી સાથે હતા. બંનેના મોત થયા છે.
ત્રણ વ્યક્તિનો ભોગ લેનાર દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારની નંબર પ્લેટ જ ‘બોગસ’હોવાની વાતનો ખુલાસો. ફોર્ચ્યુનર કારની નંબર પ્લેટ ગાંધીનગર પાસિંગ ની અને કારમાં એન્જિન નબર અને ચેસિસ નંબર ના આધારે કાર છે ઉત્તરપ્રદેશ ની !! ડુપ્લીકેટ નંબરના આધારે કેટલા સમયથી ફરતી હતી આ કાર ?? કાર ઉપર લાગેલી નંબર પ્લેટ GJ 18BK 9808 અલ્ટો કાર ની છે અને અકસ્માત કરનાર કાર ફોર્ચ્યુંનર આવું કેવું ??