અહેવાલ : જયેશ માંડવીયા
ઓગણજ સર્કલ પાસેના એસપી રિંગ રોડ પરથી વાહન ચાલકોને રોકીને તોડ કરતા બે નકલી પોલીસ ઝડપાયા છે. નકલી પોલીસે એક કાર ચાલકને રોકીને ટ્રાફિક પોલીસની ઓળખ આપીને જેલમાં પૂરી દેવાનો દમ માર્યો હતો.

પોલીસ ત્યાંથી પસાર થતી હતી તે વખતે આ ઘટના જોઈ જતા રંગેહાથ બે શખ્સોને ઝડપી સોલા પોલીસને સોંપ્યા હતા. એ ડિવિઝન ટ્રાફિક પોલીસ એસપી રિંગ રોડ પરના સ્થાપત્ય હાઈટસ સામેથી પસાર થતી હતી. ત્યારે કેટલાક શખ્સો એક કાર ચાલકને રોકીને તેની પૂછપરછ કરીને પૈસા માગી ધમકાવી રહ્યા હતા.
ટ્રાફિક પોલીસના ધ્યાને આ બાબત આવતા જ પોલીસે ત્યાં પહોંચીને અન્વાલહક અંસારી (ઉ.૩૪, રહે.બાપુનગર) અને અમિત ઉર્ફે ભૂરિયો નાગર (ઉ.૩૮, રહે.હાથીજણ)ને ઝડપી પાડયા હતા. ટ્રાફિક પોલીસે આ બંને આરોપીઓને ઝડપી સોલા પોલીસને સોંપ્યા હતા. જ્યારે ફરાર આરોપી પીન્ટુને શોધવા તજવીજ હાથ ધરી છે.