અમદાવાદમાં ચોરી, લૂંટ અને હત્યાનો બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અસલાલી વિસ્તારમાં એક પત્નીએ પતિની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. પોલીસ હત્યારી પત્નીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં અસલાલી વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. જેમાં એક પત્નીએ પતિનું ગળું દબાવી પતાવી દીધો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે હત્યારી પત્નીની કરી ધરપકડપતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી અવાર-નવાર બંને વચ્ચે બબાલ થતી હતી. ગઈકાલે પતિ રાત્રે સૂતો હતો ત્યારે પત્નીએ ગળું દબાવી પતિની હત્યા કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો દાખલ કરી હત્યારી પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.