Sunday, March 23, 2025

LCB પોલીસે કીમ ચારરસ્તા નજીક ટ્રકમાંથી 12.75 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…..

મુંબઇથી અંક્લેશ્વર તરફ પ્રાપ્ત માહિતી અનુસાર ટાટા એલપીટી ટ્રક નં.એમએચ-04-કેયુ-2244નો ચાલક પોતાની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મુંબઇથી અંક્લેશ્વર તરફ જનાર હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી.

હરકતમાં આવેલા LCB પીઆઇ આરબી ભટોળનાં સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ઉપરોક્ત બાતમી વર્ણન અનુસાર કીમ ચારરસ્તા હાઇવે પર વોચ ગોઠવી હતી. જોકે સદર બાતમી વાળી ટ્રક ત્યાં આવી પહોંચતાં પોલીસે જેને અટકાવી ચાલકની પૂછપરછ કરતાં પોલીસને કોસ્મેટીકનાં ખોટા બિલ બતાવતા પોલીસે જેને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતા પોલીસને અંદરે વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે બનાવનાં સ્થળેથી 12 લાખ 75 હજાર 600 કિંમતની 7162 નંગ વિદેશી દારૂની બોટલ, 20 લાખ કિંમતની ટ્રક, 5500 કિંમતનાં બે મોબાઇલ, 600 રોકડા મળી પોલીસે કુલ 32 લાખ 81 હજાર 700 કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ટ્રકચાલક પ્રેમકુમાર રાજેન્દ્ર રાજવંશી (રહે મુરલીધર કમ્પાઉન્ડ ભિવંડી જિ.થાણે મહારાષ્ટ્ર)ની અટક કરી (1) વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર રાજુ (રહે ભિવંડી જિ.થાણે મહારાષ્ટ્ર), (2) હોટલ પર વિદેશી દારૂ લેવા આવનાર અજાણ્યા ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની દિશામાં તપાસ હાથ ધરી હતી.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS